SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદીમહાસાગરનું રાષ્ટ્રમંડળ અને આફ્રિકાનું ઉત્થાન મંત્રી સાથે ખાનગી કરાર કરી નાખ્યા હતા. આ ખાનગી કરાર એ હતા કે ફ્રેંચ સરકારે જ ટયુનીસીયા પર કબજે કરી લે અને બદલામાં સાયપ્રસ ટાપુ પર અંગ્રેજી શાહીવાદે કબજે કરી લે. - આ કરાર પ્રમાણે ફ્રેંચ આક્રમણ ટયુનીસીયાને સર કરવા ઈ. સ. ૧૮૮૧માં નીકળ્યું. ઈ. સ. ૧૮૮૩ માં ટયુનીસીયા શાસન પ્રેકટોરેટ બને, અને એલજીરીયામાં જેમ કાંસના ગવર્નર જનરલ નિમાયે હતું તેમ ટયુનીસીયા પર રાજ ચલાવવા માટે કાસે એક ગવર્નર જનરલ એકલી આપે. આથી આલ્પસ પર્વત માળની દક્ષિણ દિશાને ઈટાલી દેશમાં ફાન્સની સામે ઈ. સ. ૧૮૮૧ માં ગુસ્સાનું વાતાવરણ જામી ગયું. આ ગુસ્સામાને ગુસ્સામાં ઈટાલીએ આસાબ નામના ઇરીટ્રીયન પ્રદેશના આફ્રિકાના બંદર પર આક્રમણ કર્યું અને તેના પર પિતાનો વાવટો ફરકાવી દી. આ રીતે લાલ સમુદ્ર પર એણે ઈરીટ્રીયાને કબજે લીધે તથા પછી તરત જ લાલ સાગરના પશ્ચિમ કિનારા પર ભાસાવા બંદર પર પણ પિતાને ઝંડે કરકાવી દીધે, અને હુંકાર કર્યો કે, એબિસીનીયાના આખા પ્રદેશ પર આક્રમણ કરવાને પવિત્ર અધિકાર હવે ઈટાલીને પ્રાપ્ત થાય છે. બે વિશ્વયુદ્ધો વીતી ગયા પછી આ વાતને હવે બે વિશ્વયુદ્ધોના માનવ સંહારક જમાના વહી ગયા હતા. બબ્બે વિશ્વયુદ્ધોની ભેટ આપીને આફ્રિકા ખંડની ભૂમિ પર ચિટકી રહેવાને ફ્રેંચ શાહીવાદને નિરધાર અંગ્રેજી અને અમેરિકી શાહીવાદના સાથમાં જાહેર થઈ ગયો હતો. આ જાહેરાતે આત્મનિર્ણયના રાષ્ટ્રસંઘે સ્વીકારેલા તમામ રાષ્ટ્રોના અધિકાર પર અટ્ટહાસ્ય કરીને જાહેર કર્યું કે, “પણ ટયુનીસીયા તે ફ્રાન્સની જ ભૂમિને એક વિભાગ છે. બીજા વિશ્વયુદ્ધની સંહાર ઘટના પછી જગતમાં આવેલી વિમુકિતની હિલચાલમાં ઉત્તર આફ્રિકાનાં કમાડ પર ઉભેલા ટયુનીસીયાએ ઈતિહાસ અને ભૂગળને ઉપવાસ કરનારી ચ શાહીવાદી જાહેરાતને પ્રતિકાર વિમુક્તિની હિલચાલને આકાર ધારણ કરીને આપવા માં. આ હિલચાલના જવાબમાં ફ્રેંચ-અંગ્રેજ–અમરિકી, શાહીવાદે રચેલી માટે નામની લશ્કરી સંસ્થાના આક્રમક લશ્કરવાદના અંગ તરીકે કાન્સ, ટયુનીસીયા પર સંહાર શરૂ કર્યો. પરંતુ આખરે, ટયુનીસીયા અને મેરોક્કોને આઝાદી આપીને ફેંચ શાહીવાદને તે પ્રદેશ પરથી મૂકામ ઉઠાવી લેવાની ફરજ પડી,
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy