SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૫૨ : - વિશ્વ ઈતિહાસની રૂપરેખા કડા ટાપુએ પિતાની વિમુકિતની સાચવણી માટે બંદર નાયકની આગેવાની નીચે કેલ અને ટ્રકે માલીપરનાં પિતાને ત્યાંનાં અંગ્રેજી શાહીવાદનાં નૌકા મથકને નાબુદ થઈ જવાની માગણી ઉઠાવી છે. આ લશ્કરી થાણુઓ પરથી જ અંગ્રેજી શાહીવાદે, બીજા વિશ્વયુદ્ધ પછી, બ્રહ્મદેશની અને મલાયાની વિમુકિતને ખતમ કરી નાખવાનાં આક્રમણ કર્યા હતાં. - હવે બીજા છેડા પર હિંદીમહાસાગરને કિનારે નજર નાખીએ તો એડન પરની અંગ્રેજી શાહીવાદની પકડ આફ્રિકાની આરબ પ્રજાઓને ભયભિત બનાવી મૂકતી દેખાય છે. એડન પર નજર સ્થાપીને આરબરાષ્ટ્ર ત્યાંની શાહીવાદી આક્રમક હકુમતને દૂર કરવા માગે છે. તેમ થાય તે જ આરબરાષ્ટ્રોની વિમુકિત સલામત બની શકે તેમ છે. આ રીતે હિંદીમહાસાગર ત્રણ કિનાશઓના રાષ્ટ્રોને આવરી લે છે. આખે પૂર્વ કિનારે આફ્રિકન પ્રદેશને છે, દક્ષિણ કિનારે અરબસ્તાનનો છે તથા ઈરાન અને બલુચિસ્તાનને છે. ઇરાનને અખાત પણ આજે અમેરિકન અને અંગ્રેજી શાહીવાદની પકડ નીચે છે. તેને આ પકડ નીચે લાવવા ઈરાની રાષ્ટ્રની વિમુક્તિની હિલચાલને અંગ્રેજી અને અમેરિકી શાહીવાદે મુસાદીકનું પતન કરનારી અને શાહને મોદીની કરનારી કાવતરાબર દરમ્યાનગીરી કરી બતાવી છે. આ બનાવ આપણું ધ્યાન એડનથી આગળ, લાલ સમુદ્ર અને ભૂમધ્યને જોડતી સુએઝ નહેર તરફ ખેંચે છે. એડનથી તે પેટે સૈયદ સુધી આજે અંગ્રેજી શાહીવાદનું આક્રમણ, આ સાગરને અંગ્રેજી સરોવર તરીકે ગણીને, તેના પર પિતાની આક્રમક નીતિ આરંભે છે. સુએઝની નહેર પરના આ આક્રમણે, ઈરાનની વિમુકિતને ખંડિત કરી નાખ્યા પછી આજે ઇછત પર પિતાને પજો ઉગામ્યો છે. પરન્તુ ઈછતપર રચાતા વિશ્વ ઈતિહાસના રંગરાગને દેખતા પહેલાં ઈજીપ્ત જેની કિનારી છે, તે આફ્રિકા નામને ખંડ પણ હિંદીમહાસાગર મહાન એ, સમદુઃખી પ્રાચીન બાંધવ ખંડ છે તે વિસરાવું જોઈએ નહીં. પશ્ચિમી યુરેપનાં એશિયા પરનાં શાહીવાદી મથકે તુટવા માંડયા પછી, પહેલા વિશ્વયુદ્ધ પછી તરતજ બીજું વિશ્વયુદ્ધ આવ્યું અને આ વિશ્વયુદ્ધ પછી, પશ્ચિમ યુરોપના શાહીવાદી દેશની એશિયાપરની પકડ ઢીલી થઈ ગઈ. આખા એશિયાપરના બધા રાષ્ટ્રોમાં નવીન રાષ્ટ્રવાદ, નવીજ રાષ્ટ્ર એકતા અને આઝાદી માટેની રાષ્ટ્ર હિલચાલે જાગી ઉઠી. એશિયાના રાષ્ટ્રો એક પછી એક આઝાદ થવા માંડ્યાં. ઇગ્લેંડ અને ફ્રાન્સની શાહીવાદી પકડ એશિયાપર તૂટવા લાગી.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy