SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદીમહાસાગરનું રાષ્ટ્રમંડળ અને આફ્રિકાનું ઉત્થાન [ પૂર્વ અને પશ્ચિમનું મિલન-પૂર્વની વિમુક્તિને આરંભહિંદી મહાસાગરનું રાષ્ટ્રમંડળ-હિંદી મહાસાગર અને હિંદ-હિંદીમહાસાગર પરની શાહીવાદી ચોકીઓ-જાપાનથી સિંગાપુર સુધી સિંગાપુરથી એડન સુધી-એશિયાપરનાં શાહીવાદી મથક તૂટવા માંડ્યા પછી–આફ્રિકા પરનાં મૃગજળત આફ્રિકા અથવા દક્ષિણ આદિકા-વિશ્વ ઈતિહાસને સંસ્કાર સંગ્રામ, પૂર્વ આફ્રિકા અથવા કેન્યા-ફેસીંગ” માઉન્ટ કેન્યા-જો કેન્યાટાની સંસ્કાર હિલચાલઉત્તર આફ્રિકા અથવા ફ્રેંચ આફ્રિકા-મોરેક્ટ અને ટયુનીશીયાઆફ્રિકાની અગ્નિપરિક્ષા, એલજીરીયા-સંયુક્ત રાષ્ટ્રસંઘ અને એલજીરીયા-વીશમાસૈકાના બે બાંધવખંડ, એશિયા--આફ્રિક. ] પૂર્વ અને પશ્ચિમનું મિલન પૂર્વ, પૂર્વ છે અને પશ્ચિમ, પશ્ચિમ છે તથા બન્નેનું મિલન શકય નથી એવી અફવા, યુરોપના શાહીવાદી જગતમાં બે સૈકાઓથી શરૂ થઈ હતી. પરંતુ એ જ સમયમાં પશ્ચિમ એટલે યુરેપખંડને વહિવટ, ઉત્થાનયુગની રચના કરીને તથા ઉદ્યોગ ક્રાન્તિની ઘટના ઘડીને અને શાહીવાદી સ્વરૂપને ધારણ કરીને, પૂર્વના પ્રદેશ પર તેણે પિતાનું મિલન શરૂ કરી દીધું હતું. આ મિલન કેઈપણ પ્રકારનું સ્નેહસંમેલન કે સંસ્કૃતિનું સંમેલન નહતું પરંતુ શાહીવાદી આક્રમણના સ્વરૂપવાળું એ મિલન હતું. આ મિલનમાં પૂર્વના એટલે એશિયા આફ્રિકાના પ્રદેશ પશ્ચિમની પરાધીનતા નીચે અથવા રાજકીય અને આર્થિક પકડ નીચે પકડાયા હતા અને તેમના પર તેમના શેષણનું આ મિલન હતું તથા બળજબરીના તમામ પ્રકારે વડે, આ મિલનનું રૂપ ચાલુ રહ્યું હતું. પછી આ શાહીવાદી વહિવટના પરિપાક તરીકે વીસમા સિકાના પહેલા ચાર દશકામાંજ બે વિકે યુધે આવી પહેચ. આ વિશ્વયુધ્ધાએ, માનવ જાતને સંહાર કર્યો તથા તેની માલમતાની ખાનાખરાબી કરી. પણ તેમાં શાહીવાદી ઘટનાના બંધ પણ ઢીલા પડી ગયા. શાહીવાદી રચનાના આક્રમણ વ્યવહાર સામે એશિયા આફ્રિકાની વિમુક્તિની હિલચાલેએ, પ્રતિકારની હિલચાલ શરૂ કરી દીધી. પશ્ચિમના શાહીવાદ અને પૂર્વની વિમુક્તિ આ નવા તબક્કામાં પશ્ચિમ યુરોપની શાહીવાદી સત્તાઓ તથા અમેરિકન શાહીવાદે પિતાનું નામ, લેકશાહીઓ અથવા મુકત દેશ અથવા પશ્ચિમની
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy