SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ અણુયુગનું ઉદઘાટન ૧૩૭ યાથી રેડીયમ તૂટતું હતું ત્યારે એક ગ્રામ રેડીયમમાં દરેક સેકન્ડે પાંત્રીસ ખીલીયન અણુ તૂટતા હતા. એમાંથી વછૂટતાં પરમાણુઓનું નામ એણે આલ્ફા કિરણા આપ્યું. રૂધરફોર્ડના યશ પથરાવા લાગ્યા. નવી દુનિયાની યાત્રા કરવા જુના જગતના વૈજ્ઞાનિકા નીકળ્યા અને મેાન્ટરીઅલ પહેોંચ્યા. કુદરતના ક્રમવિધાનથી તૂટતાં રેડીયમના અણુમાંથી નીકળતાં આલ્ફા કા નામનાં અસાધારણ ગતિવાળાં પરમાણુઓને ઓળખવા રૂધરફોડની આખી પ્રયાગશાળા કામે લાગી ગઇ હતી. જે. જે. થામસને અણુતા એક ભાગ ઇલેકટ્રાન ' નામનો શોધી કાઢયો હતો. રૂધરફોર્ડ ના એને બીજો ભાગ · આલ્ફા ' નામના શાધ્યા. આલ્ફા પરમાણુએ એક સેકન્ડના બાર હજાર માઇલની ઝડપથી દોડતાં હતાં. એના પર સ્વારી કરી શકાય તે સૂરજ પર પહેાંચતાં અઢી કલાક જ લાગે. રૂધરફા આ આલ્ફા પરમાણુઓની શોધ કરી અને તેનું નામ પ્રેાટાન પાયું. અણુનું રહસ્ય એમ ઉકેલાઇ ગયું. થામસને એના નેગેટીવ તત્ત્વનું નામ ઇલેકટ્રાન પાડયું. રૂધરફોર્ડે એના પોઝીટીવનું નામ પ્રોટોન પાયું. વૈજ્ઞાનિક જગતને નવું સત્ય જડયું. સૃષ્ટિની રચના કરનારી અણુનામની ઇંટની શરીરરચના ખુલ્લી પડી. સૃષ્ટિના ૬૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ માઇલના પરિષની આસપાસ સૌથી વધારે વેગીલું સ્પન્દન બનીને ઇલેકટ્રોન અને પેટાન દોડતું દેખાયું, પુરવાર થયું. આ સત્યના દન વડે જ જાણે અણુ તૂટ્યું. વીશમા શતક પર અણુયુગનું ઉદ્ઘાટન થવાનાં બધાં ચિહ્નો દેખાયાં. માનવજાતના દેશકાળ પર નૂતન અરુણુનું આગમન પૂકારાયું. માનવજગતની માવજત માટે શક્તિનાં નવાં ઘેાડાપૂર પલાણાતાં દેખાયાં. પદાવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાન વચ્ચેનું અંતર અળપાઇ ગયું. પદા અને શક્તિનું અપૂર્વ અય સાબિત થઈ ગયું. ત્યારે ૧૯૧૪ ની વસંતમાં હેનરી મેાસલે નામને એક નવજુવાન વૈજ્ઞાનિક, એની માતા, આમાખેલ સાથે એક વૈજ્ઞાનિકાની પરિષદમાં ઈંગ્લેડથી એસ્ટ્રેલીયા જવા ઉપડતા હતા. આ દીકરા અને માતા એસ્ટ્રેલીયા પહેાંચ્યાં ત્યાં તે। અંગ્રેજી શાહીવાદે એનુ શિકારખાનું સાચવવા પહેલા નખરનું વિશ્વયુદ્ધ સ્વીકારી લીધું હતું અને ઓસ્ટ્રેલીયા પણ એનું પરાધીન હાવાથી જર્મની સામે લડાઇ જાહેર કરતું હતું. એટલે ત્યારે આ જીવાન વૈજ્ઞાનિક યુદ્ધમેારચા પર પહેાંચી જવા તૈયાર થયા. ત્યારે એની માતા, આમાખેલ આ જુવાનજોધને પૂછ્તી હતી, ‘પણ, ખેટા, તારા અણુઓનુ શું ? અણુએના ક્રમને નિયમ તે તે હજી હમણાં જ શોધ્યા છે તે તું....’ પણ એ રાકાયા નહિ. એની શેાધને રઝળતી મૂકીને એ ગેલીપેાલી પહેોંચ્યા અને ત્યાં એક તર્કીશ નિશાનબાજે એની અઠાવીસ વરસની વૈજ્ઞાનિક જીદંગીને વિંધી નાખી,×
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy