SearchBrowseAboutContactDonate
Page Preview
Page 638
Loading...
Download File
Download File
Page Text
________________ સયુકત રાષ્ટ્ર સઘ અને વિશ્વશાંતિના સવાલ ૧૧૭ કતની સાખીતી આંતરરાષ્ટ્રીય સંસ્થાએ હતી. જગતનેા વ્યવહાર પોતાના વાણિજ્ય સ્વરૂપમાં અને વૈજ્ઞાનિક રૂપમાં તે આંતર રાષ્ટ્રિય બની ચૂકયા હતા જ પરંતુ શાહીવાદી વાણિજ્યનું સ્વરૂપ અ ંદર અંદરની જીવલેણ હરિફાઇઓવાળુ હતું તેથી વાણિજ્યની કાઈ પણુ સંસ્થા આંતર રાષ્ટ્રીય એકાતવાળી દેખાતી નહેાતી. વિજ્ઞાનનું સ્વરૂપ પણ વિશ્વભરમાં ફેલાયેલું છતાં તે શાહીવાદી અધિકાર નીચે હાવાથી વૈજ્ઞાનિકાની સંસ્થા પણ આંતર રાષ્ટ્રિય બની શકી ન હતી, પરંતુ પોતાના વ્યવહારમાં જગત હવે એક જગત બની ચૂકયું છે તેની આગાહી જગતની કાર્યવાહી અજાવનાર વ્યવસાયી માનવ સમુદાયાએ પોતાની આંતર રાષ્ટ્રિય સંસ્થાઓ રચીને આપવા માંડી. આવી આંતર રાષ્ટ્રિય સ ંસ્થાને રચવાનું પહેલું માન જગતભરની સ ંસ્કૃતિને સાજ તૈયાર કરનાર તથા જગતભરનાં સાધનાને નિપજાવનાર શ્રમ માનવાએ ધારણ કર્યુ હતું. આંતરરાષ્ટ્રિય ટ્રેડ યુનીયને પછી ઈ. સ. ૧૮૭૫ માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન નામની સ ંસ્થા શરૂ થઈ. જગતભરને પત્ર વ્યવહાર આ સંસ્થા ચલાવતી હતી. આ સંસ્થાએ પેાતાનું આંતર રાષ્ટ્રીય સ્વરૂપ રચીને વિશ્વભરનાં પાસ્ટલ માનવ સમુદાયા આંતરરાષ્ટ્રિય સહકારી ધારણે કામ કરી શકે છે તે ખાખતને પુરવાર કરી. ઈ. સ. ૧૮૭૫માં જ પહેલી જ વાર એક આંતરરાષ્ટ્રિય પરિષદ મળી તથા તેણે જગતભરમાં માપ અને વજ્રતાને આંતર રાષ્ટ્રિય અને એકસરખાં બનાવવાની દરખાસ્ત રજૂ કરી, પછી ઈ, સ. ૧૮૯૯માં હેગ મુકામે એક આંતર શષ્ટ્રિય પરિષદ મળી. આ પરિષદના માનવતાવાદીએ એ યુધ્ધમાં વપરાતાં હેવાનીયત ભરેલાં આયુધા નહી' વાપરવાની ભલામણુ કરી, તથા યુધ્ધના કાયદાઓ ધડયા. ઈ. સ. ૧૯૦૭માં ખીજી હેગ પરિષદ મળી. આ પરિષદે પેાતાનું નામ શાંતિ પરિષદ એવું ધારણ કર્યું”. આ પરિષદમાં અમેરિકાના પ્રમુખ રુઝવેલ્ટની સૂચના પ્રમાણે યુધ્ધ અટકાવવા માટે કાઈ આંતર રાષ્ટ્રિય સંસ્થા થવી જોઇએ એવું સ્વીકારાયું ત્યા કાઈ પણ એ રાષ્ટ્રાએ યુધ્ધ કરતાં પહેલાં પોતાના ઝઘડાને પતવવા આ પરિષદે નીમેલી લવાદી અદાલત પાસે જવું એમ નક્કિ થયું. લિગ ઓફ નેશન્સની નિષ્ફળતાની પરંપરા પહેલા વિશ્વયુદ્ધ પછી જગતના રાજકારણમાં શાંતિનું ધ્યેય દાખલ થઈ ચૂક્યું હતું તથા તેની માવજત લીગ એક્ નેશન્સ પાસે હતી. ખીજા વિશ્વયુધ્ધનાં કારણેા તરીકે એમ કહી શકાય કે બધાં કારણેાનું મૂખ્ય કારણ લીગ ઓફ નેશન્સની રચનામાં જગતની સરકારનું સમાન અને લેાકશાહી સ્વરૂપ ન હતું આવી શક્યું તે તથા તેના બધા દોરી સ ંચાર પહેલા વિશ્વયુદ્ધનાં વિજયી એવા શાહીવાદી રાષ્ટ્રો પાસેજ હતો તે હતું. આ ७८
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy