SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૨ વિAવ ઈતિહાસની રૂપરેખા બદલી, અંદર અંદરની સમજુતી વડે કરવી અથવા સંસ્થાની અંદર અંદરની નવી વહેંચણુ યુદ્ધના મેદાન પર જઈને સંહાર કરીને નહીં, પરંતુ ગોળમેજી પરિષદ બેલાવીને વાટાઘાટથી કરવી. યંત્રતંત્રની વિશ્વરચના કાયમ રહે અને વિજ્ઞાનની રચના પર રચાયેલી વિજ્ઞાનના પાયાવાળી નૂતન સંસ્કૃતિ ટકી રહે, તેમ કરવું હોય તે યુદ્ધને તે બંધ કરવું જ જોઈએ. યુદ્ધને બંધ કરવું હોય તે યુદ્ધ ભારત થતી સંસ્થાનની ફેરબદલી ને બદલે શાહીવાદી દેશોએ યુદ્ધ લડ્યા વિના આ ફેરબદલી કરવાનો ઉપાય ધારણ કરવો જોઈએ. યુદ્ધમાં ઉતર્યા વિના સંસ્થાનેની ફેરબરલીને સવાલ વિશ્વયુદ્ધના બનાવ પાછળનું કારણ સંસ્થાને પરની માલીકીના સવાલમાંથી પેદા થાય છે અથવા એ માલીકી માટેની લડાઈ શાહીવાદો વચ્ચેની લડાઈના રૂપમાં જન્મે છે તે બાબત પહેલા વિશ્વયુદ્ધ પછી તરત જ વધારેને વધારે ચર્ચાવા લાગી. વિશ્વયુદ્ધમાં વિજયી બનનારા શાહીવાદી જૂથે પણ તેથી જ હવે યુધ્ધ અટકી જાય તેવા ઉદેશને સ્થાપીને લીગની સ્થાપના કરી. ઈગ્લેંડના આર્ચબીશપેજ ત્યાર પછી ૧૯૩૫માં આ બાબતનો ઉલ્લેખ, ચિંતા પૂર્વક કર્યો અને કહ્યું કે, આપણે આ પૃથ્વી પરના મોટા વિભાગને આપણું સંસ્થાન બનાવી દીધા પછી, બીજાઓને કહીએ કે અમારી સંસ્થાને પર નજર કરશે નહીં તે તેમાં દંભ દેખાય છે. યુરોપનાં બીજાં રાષ્ટ્રને પગુ જે સંસ્થાનોની જરૂર જણાતી હોય તે તેમની જરૂરિયાતને સંતોષવા કંઈ તજવીજ થવી જોઈએ.” આવી તજવીજ, યુધ્ધ વિના અને અંદર અંદરની સમજુતી વડે બીજા શાહીવાદી દેશોને સંસ્થાનોમાં ભાગ આપવા સિવાય બીજી શી હોઈ શકે? પરતુ એજ અરસામાં એક નૂતન અવાજ સંભળાય. આ અવાજ બારબાડોસના આર© હતો. ઇ. સ. ૧૯૩૫ માં સંસ્થાને માટેની અંગ્રેજી શાહીવાદે બોલાવેલી શાંતિ પરિષદમાં જ એ અવાજ સંભળાયો. એણે કહ્યું કે “આ પરિષદ યુરોપના શાહીવાદી રાષ્ટ્રને યુદ્ધ વિના સંતોષવાને રસ્તો કાઢવા ભેગી મળી હોય તેમ લાગે છે. આ પરિષદને હેતુ શસ્ત્રસરંજામની સજાવટ કરતા યુરેપના શાહીવાદી દેશે અંદર અંદર ન લઢે તેવી તજવીજ કરવા એકઠી થઈ છે અને તે માટે સંસ્થાનની શાંતિપૂર્વક કંઈ ફેરબદલી થઈ શકતી હેય તે તેને વિચાર કરવા માગે છે. પરંતુ, સંસ્થાનોનો એટલે કે સંસ્થાનોની પ્રજાઓનો કોઈ વિચાર કરવા માગતું નથી. આ સંસ્થાને આજે એક શાહીવાદનાં ગુલામ હોય તે તે ગુલામને બીજા શાહીવાદની ગુલામી નીચે યુદ્ધવિના અને શાંતિપૂર્વક મૂકવા અહીં વિચાર થાય છે. ગુલામોની આવી વહેચણીમાં
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy