SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૦. વિશ્વ ઈતિહાસની રૂપરેખા છીએ. સામ્રાજ્યવાદનું જીવન ૪૦૦ વર્ષ પર શરૂ થયું અને આજ સુધી ચાલુ રહ્યું છે તથા બીજા વિશ્વયુદ્ધ પછી એને અંત શરૂ થવા માંડે છે. યુદ્ધની સંસ્થાને સમજવા માટે આપણે આ સામ્રાજ્યના આજ સુધીના જીવનની યુદ્ધ નામની જીંદગીને દેખવી જોઈએ. આ સામ્રાજ્યને આરંભ યુદ્ધના જ સંતાન તરીકે થયો અને પછી આ સામ્રાજ્યનું જીવન યુદ્ધની જીંદગી જેવું આખી દુનિયા પર પથરાયું. યુદ્ધ અને સંહાર નામની અંગ્રેજી સામ્રાજ્યની આ જીંદગીની શરૂઆત એણે બારમા સૈકામાં આયર્લેન્ડ પર કરેલા આક્રમણથી આપણે ન ગણીએ તે પણ પંદરમાં સિકા સુધી આ અંગ્રેજી સામ્રાજ્ય બીજા પ્રદેશે પડાવી લેવા માટે યુદ્ધો લડ્યા કર્યો છે તેને ખ્યાલ આપણને હું જોઈએ. ૧૫ મા સિકાના અંતમાં અને ઈ. સ. ૧૪૯૬માં અંગ્રેજી સામ્રાજ્યના હેત્રી ૭મા નામના શહેનશાહે જહેન કેટ નામના પિતાના પ્રધાનને જે પ્રદેશ પ્રીસ્તી ધર્મ ન પાળતા હોય તે બધા પર આક્રમણ કરીને તેમના પર પિતાની હકુમત સ્થાપવાને પરવાને આપે. અંગ્રેજી સામ્રાજ્યની આ તારીખે જન્મતિથિ થઈ એવું ગણી શકાય. આ રીતે બીજાના પ્રદેશ પડાવી લઈને સામ્રાજ્યનો દેહ રચાવા માંડ્યા. આરંભની આ તારીખથી જ અંગ્રેજી શાસકવર્ગની રચનામાં સામ્રાજ્યનું રૂપ યુદ્ધનું અને આક્રમણનું તે હતું જ પરંતુ એ સ્વરૂપ ખૂબ ચિતરી ચઢે એવું ઘાતકી અને બીજા પ્રદેશની પ્રજાઓને ઘાતકી રીતે દમનારૂં પણ હતું. આ સ્વરૂપ બીજા પ્રદેશો પર લૂંટફાટ ચલાવતું હતું અને સ્ત્રી પુરૂષોને તેમજ બાળક બાળકીઓને પકડીને ગુલામ તરીકે પણ વેચતું હતું. સામા જ્યના આ આરંભના સ્વરૂપમાં આ રીતે બીજા પ્રદેશના જાનમાલની ખાના ખરાબી કરીને સામ્રાજ્યને દેહ વધારેને વધારે દેલતમદે તથા વિસ્તારવાળે બનતે હતા. આ રીતે મોટું બનતું જતું સામ્રાજ્યનું કલેવર લૂંટફાટ, ખૂન, અત્યાચાર અને એકધારા શોષણની જીંદગીવાળું બનીને ગ્રીનલેન્ડથી તે મેગેલનની સામુદ્રધુની સુધી તથા એઝોર્સના કિનારાઓથી તે દૂર પૂર્વ સુધી અને ઉત્તર અમેરીકાથી તે દક્ષિણના સમુદ્ર સુધી વ્યાપક બન્યું. સામ્રાજ્ય શરૂ થવા માંડ્યું તે સમયમાં જ વિલિયમ મેરીસ નામના એક અંગ્રેજી મહાનુભાવે ૧૮૮૪ના નવેમ્બરની ર૬મીએ લખ્યું કે “આજે જ્યારે નો જમાને ઉધડે છે ત્યારે અંગ્રેજી શાહીવાદની જીંદગી ક્ષક લેભના નફાખેર પ્રેરક હેત પર ચઢીને આજના અર્વાચીન જગત પર યુદ્ધ સંહાર અને તારાજીનું સ્વરૂપ બનીને પિતાની એક સૈકાની જીંદગીને ખૂની ચિતાર રજુ કરે છે.” આ રીતે જ અંગ્રેજી શાહિવાદની સંહારની જીંદગીને ૧૦ સંકે પણ પૂરે થ અને ૨૦મા સૈકાના આરંભમાં જ આ જીદગીએ આખા જગત પર
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy