SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ વિવઈતિહાસની રૂપરેખા નાસીધું હતું. ચંદ્ર પણ ભગવાન હતા અને સુરજ પણ ભગવાન હતે. સૂરજ ભગવાનનું નામ “ર” અથવા “રી” હતું. પછી એ ભગવાનનું નામ હેરસ પડયું. હરસ ભગવાન બાજ પક્ષીનું રૂપ ધારણ કરીને આખા આકાશમાં ઉડતે હતો. પછી આ ભગવાને ધરતી પર જીવનનાં અનેક રૂપે સર્જાવ્યાં. ઈજીપ્તની ધરતી પર પછી વનસ્પતિની પણ પૂજા થવા લાગી. ઈજીપ્તની ધરતી પરનું પવિત્ર ઝાડ રણની અંદરનું ખજુરનું અથવા તાડનું ઝાડ હતું. આ પવિત્ર વનસ્પતિને ઈજીપ્તના લેકેએ દ્રાક્ષ અને અંજીરની ભેટ ધરાવવા માંડી. છેવટે ડુંગળીનું નામ પણ પૂજવા લાયક થયું. ત્યારપછી પશુ ભગવાનને ઈજીપ્તમાં આવી પહોંચ્યા. આ ભગવાનની વસ્તી ઘણું વધી પડી. આ સૌને આગેવાન ભગવાન આખલો હતો. પછીના દરજ્જામાં મગર, બાજ, કાગડે, બકરે, બિલાડી, હંસ અને સાપ વગેરે આવી પહોચ્યાં. પછી આ પભગવાનેએ ધીમેધીમે માણસનું રૂપ ધારણ કરવા માંડ્યું. અડધે માણસ અને અડધું પશુ એવા ભગવાનની પૂજા ઈજીએ શરૂ કરી. સૂરજ ભગવાન “રા” અડધા આખલાનું રૂપ ધારણ કરીને બેસી ગયા. ઓસિરીસ ભગવાને ઘેટાનું રૂપ ધારણ કર્યું. સેબક ભગવાનનું શરીરરૂપ મગરનું બન્યું. હરસ ભગવાને બાજરૂપ ધારણ કર્યું અને હેર ગાય બની ગઈ. જેને “ટેટેમિઝમ” અથવા પશુપૂજા કહેવાય છે તેનું સ્વરૂપ ઈજીપ્તના ધર્મમાં વિકાસ પામ્યું. આ પશુપૂજાની સાથે સાથે જ ઈજીપ્તમાં લીંગપૂજા શરૂ થઈ તથા સ્ત્રી અને પુરુષની જનનેન્દ્રિયને રથમાં મૂકીને તેની રથયાત્રાએ આપણું ભારત દેશમાં આજે પણ નીકળે છે તેમ કાઢવામાં આવી. પછી માણસ પોતે ભગવાને બનવા લાગ્યા. આ માણસ ભગવાનમાં સ્ત્રી અને પુરુષ બંને આવ્યા. નર અને નારીના રૂપ ધરતાં આ દેવદેવીઓ સ્ત્રીપુરુષોની જેમજ ધિક્કાર અને પ્રેમથી વર્તવા લાગ્યાં, ખાવાપીવા લાગ્યા, અને વિકાસ કરવા લાગ્યાં, લડવા લાગ્યાં અને સંહાર કરવા લાગ્યાં. નાઇલ નદીએ એક સ્ત્રીનું શરીર ધારણ કરી લીધું. આ માતાનું નામ સિરીસ હતું. નાઈલની ભરતી અને ઓટ સાથે ઐસિરીસના ઉત્સવો શરૂ થયા. પછી એસિરીસ ઈસીસ અને હેરસ નામના દેવતાઓએ માણસને આખો આકાર ધારણ કરી લીધો. આ દેવતાઓનું રૂ૫ ત્રીમૂર્તિ જેવું સયું. જેના દે ભરવા લાગ્યા અને નવા જન્મવા લાગ્યા. હવે શહેનશાહ ભગવાન બનવા આગળ આવે. શહેનશાહના પૂરે હિતેઓ લેખ લખ્યા કે શહેનશાહ પોતે સૂર્ય ભગવાનથી જન્મ પામ્યા છે. જન્મથી જ તેઓ દેવતાઈ છે, અને સૂર્યવંશી શહેનશાહને અધિકાર પણ દેવી છે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy