SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા વિશ્વયુદ્ધનું વિહંગાવલોકન ૬૦૭ કઈ શાંત્વન આપી શક્યું નહીં. લેકે ઉપર લાદવામાં આવેલા આ રિપબ્લીક નીચે વિશ્વયુદ્ધ લડીને લેહી લુહાણ બનેલે જર્મનીને આત્મા અસંતોષથી સળગ્યા કરતો હતો. આર્થિક અંધાધૂંધી અને યુદ્ધ પછી આવી પહોંચેલી લેકજીવનની યાતનાઓ અસહ્ય બનતી હતી. આવી ભૂમિકામાં બધું જ કરી છૂટવાનાં જોરદાર વચન આપી શકે તેવો કોઈ અવાજ સાંભળવા માટે પરાજ્ય પામેલું જર્મન જીવન ઝંખતું હતું. આવા સમયે એડોલ્ફ હિટલર નામનો અવાજ સંભળા. દસ માણસની મંડળીમાંથી એને પક્ષ વધવા માંડ્યો. આ પક્ષનું નામ “નાઝી પક્ષ” પડયું. રાજકીય પરિભાષામાં આ પક્ષની કાર્યવાહીનું સ્વરૂપ ફાસીવાદ નામનું હતું. આ જાતને રાજકીય પક્ષ અથવા ફેસિસ્ટ પક્ષ હતા. ઈટાલીને ફેસિસ્ટ આગેવાન મુસલીની હતો. તેણે પણ ઈટાલીની રજવાડાશાહીને ખતમ કરીને ઈટાલીમાં ફેસિસ્ટ પક્ષની સ્થાપના કરી હતી. આ બધી યુદ્ધ રચના યુદ્ધનાં કારણોને યુરોપમાં ઘડનાર સંસ્થા સામ્રાજ્યવાદ નામની હતી તથા, યુદ્ધ અને સંગ્રામની શકયતાને જ ઘડવાની તેની લાયકાત અને તાકાત હતાં તે બાબત, તેના આખા વર્તનથી નક્કી થઈ ચૂકી. શાહીવાદોએ વિશ્વયુધ્ધને જાણે ચાલુ જ રાખ્યું હોય તે પ્રમાણે શાહીવાદની ઘટના ફાસીવાદી રૂ૫ ધારણ કરીને બીજા વિશ્વયુધ્ધની આક્રમક તૈયારીઓ કરવા માંડી હતી. હવે આ આક્રમણના કાર્યક્રમને પિતાની સ્વદેશનીતિ તથા પરદેશનીતિ તરીકે અપનાવી દઈને યુધને સિધ્ધાન્ત અને તેની કાર્યવાહીને પોતાની ફાસીવાદી સરકારને સંપૂર્ણ વહીવટ બનાવનારા આ બે દેશ ઈટાલી અને જર્મની હતા. આ બે દેશોની સાથે યુધ્ધના કાર્યક્રમમાં જોડાઈ જનાર એશિયાને એક દેશ જાપાન હતા. આ ત્રણેયે પિતાનાં યુદ્ધચક્ર ચલાવવા એક ધરી બનાવી દીધી. ફાસીવાદની આ ધરી અથવા “એકસીસ ” બીજા વિશ્વયુદ્ધની તૈયારીઓ કરનાર રાષ્ટ્રમંડળ બન્યું. આ ધરીની રચના શાહીવાદી સ્વરૂપની હતી. પરંતુ ઈગ્લેંડ ફ્રાન્સ અને અમેરિકા જેવા શાહીવાદી રાષ્ટ્ર સાથેનો આ ધરીના સ્વરૂપને ફરક એ હતું કે આ ધરી– રાએ લોકશાહીને પિતાને ત્યાંથી સંપૂર્ણ વિનાશ કરી નાખ્યો હતો, અને ફાસિવાદ નામનું શાહીવાદી આક્રમણનું સરમુખત્યારી સ્વરૂપ ધારણ કર્યું હતું. ફ્રાન્સ, ઈલેંડ અને અમેરિકા જેવા લેકશાહી દેશમાં શાહીવાદી સરકારે જ કાયમ રહી હતી અને તેમનું રાજય બંધારણનું આખું ઈજારાવાદી અરૂપ, ફાસીવાદી બની ચૂક્યું જ હતું. યુદ્ધને જ ઘડી શકે તેવી શાહીવાદી, જગતના રાજકારણની આવી ભૂમિકા પર પહેલું વિશ્વયુદ્ધ અંત પામતું હતું તેજ અરસામાં બીજા વિશ્વયંધ્ધનું રાજકારણ શરૂ થઈ ચૂક્યું હતું.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy