SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા વિશ્વયુદ્ધનું વિહંગાવલોકન આપેલા માનવ આપભેગની સંખ્યા, ઘણી વધી જાય છે. માનવઈતિહાસમાં આજ સુધી ઘડાયેલી સરકારમાં આવી ગંભીર અને ભારે ઇજાઓને ઝીલનાર, સહન કરનાર, અને જીરવનાર સેવીયટ તંત્ર એકલું જ માલમ પડ્યું છે.” રૂસી મહાસંગ્રામના અરસામાં વિશ્વયુદ્ધના બીજા મોરચાઓ - ઈ. સ. ૧૯૪૧ના જુનમાં રૂસ દેશપર જન આક્રમણ શરૂ થયું ત્યાર પછી ડિસેંબરની ૭ મીએ જાપાને જર્મનીની સાથીદારીમાં પિતાને ભાગે આવેલા પ્રદેશ પર કબજે કરી લેવા માટે વહેંચી લેવાયેલા જગતને સર કરવા પાસિફિક મહાસાગરમાં હલ્લા શરૂ કર્યા. ડચ એડમિરલની સરદારી નીચે જાવા આગળ એકઠા થએલા એક નૌકા સૈન્યને એણે જાવા આગળ નાશ કરી નાખે. પ્રીન્સ ઓફ વેસ અને રીપસ નામનાં બે મોટાં અંગ્રેજી જહાજોને એણે મલાયા આગળ ડૂબાડી દીધાં. ફીલીપાઈસપર જાપાનને હલે આવ્યો અને ફીલીપાઈન્સ પડ્યો. ૧૯૪૨ ના ફેબ્રુઆરીમાં મલાયાપર એણે કબજે કર્યો. જોતજોતામાં અંગ્રેજોને એણે બ્રહ્મદેશમાંથી ભગાડ્યા, અને માર્ચની ૭મીએ રંગુન પણ પડ્યું, અને બીજેજ મહીને ન્યુગીની પર જાપાનનું આક્રમણ ચડ્યું. કલકત્તા પર આક્રમણના પડછાયા દેખાયા. અંગ્રેજી શાહીવાદે હિંદને આઝાદ કરવાનાં વચનોની દરખાસ્ત લઈને સ્ટેફર્ડ ક્રીપ્સને ઉતાવળો રવાના કર્યો. ચીન પર જાપાનનું આક્રમણ આગળ ધપ્યું. બ્રહ્મદેશ, સીઆમ, મલાયા, ડચ ઈસ્ટ ઈન્ડીઝ, બેરની, ન્યુગીની અને સેલેમન ટાપુઓ સુધી જાપાનના ટાપુ પરથી નીકળેલું ફાસીવાદી આક્રમણ પહોંચી ગયું. બસ એજ સમયે પરાસ્ત બનેલા જગતપર રૂસીનગરે અડગ ઉભાં અને સ્ટાલીનગ્રાડે નાઝી ભરડાને કચડી નાખીને બરલીન પહોંચવાનું પ્રતિઆક્રમણ આરંભી દીધું. વિશ્વશાંતિના આ મહાનગરમાંથી વિશ્વયુધ્ધનું મહાઆક્રમણ પાછું હયું અને પછડાટ ખાતું, પરાસ્ત બનતું જ્યાંથી નીકળ્યું હતું ત્યાં પહોંચી જવા હex=== =ી છે, પાછું થયું સ્ટા લીનગ્રાડથી બરલીન સુધીના રરતા પર પતન પામે. લા દેશો પગભર થયા. સ્ટાલીના ડથી બલીન સુધી ના પરાજય પામેલાં યુરોપનાં પાટનગરેપર ફરીવાર વિમુક્તિના રાષ્ટ્રઝંડા ઊંચા ચઢ્યા. ગુલામ બનેલા યુરેપ પર રૂસી વિમુક્તિના લડવૈયાઓની વિજય કુચને - . .
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy