SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા વિશ્વયુદ્ધનું વિહંગાવલોકન જનરલ ગુંડેરીયનના શબ્દો યાદ આવ્યા, “કુહરર- કુહરર, સમાન વ્યવહારવાળી નવી દુનિયા બાંધવા બેઠેલા કૅમલીનના રવનશીલને લડાદની કલાનું શું ભાન છે? આપણે વીજળિક હલ્લાને દરેક ધસારે એમની બચાવ હરોળાના ભુક્કા બોલાવશે. પણ રશિયા તે અનંત દેખાતે હતો અને એની તરસી નજર આગળ યુરોપના પલટી ગએલા નકશા ઊભરાતા હતા. એને એ નકશાઓ કહેતા હતા, “વરસો પડયું છે. આમસ્ટરડામ, બ્રુસેલ્સ, પેરીસ અને એથેન્સ પણ ગગડી ગયાં છે તે પછી મોસ્ટ અને લેનીનગ્રાડ...લેનીનઝાડ અને ટેલીગ્રાડ. એ બધાં પણ પડશે જ” એની નજર પર રૂસદેશની શ્રમમાનની શેરીઓ રગદોળાઈ જતી દેખાઈ. જગત જનતાનાં એ મહાન પાટનગરે પડતાં દેખાયાં. એની નજરમાં એ બધાં નગરનાં ખંડિયરે ઊભરાયાં. રૂસનાં એ ખંડિયો પરનાં નરનારીઓ અને બાળક બાળકીઓનાં શબ પર પિતે ફરતે દેખાયે. બેહજાર માઈલેના મોરચા પર ૧૭૦ ડીવીઝનના વીજળિક હલ્લાના પગમાં હવે એ યોજનાને દેર અટવાતો હતો. બાટીક પ્રદેશે પડ્યા હતા, શ્વેત રશિયા પડતું હતું, યુક્રેન પડયું હતું. સમાજવાદી ઘટનાએ જગતભરમાં અજોડ એ સરજેલે નીપરબંધ તૂટી પડે હતો. પણ પેલાં નગરે તે પડતાં જ નહોતાં ! લેનીનગ્રાડ! મોઢે ! લેનીનગ્રાડ, મેઢે !' જગત જનતાનાં એ પાટનગર હાથવેંતમાં દેખાઈ પડતાં હતાં તોય પડતાં નહોતાં. એ જ નગરએ લાલક્રાન્તિને પહેલે ઝડે ફરકાવ્યો હતો. એ જ નગરેએ સમાજવાદી સમાજ-ઘટનાનાં પારણું ખુલતાં ક્યાં હતાં. નવી દુનિયાની સમાનતાના પહેલા સંસ્કાર અહીં જ આલેખાયા હતા. એ જ નગરે એ દુનિયાભરની કચડાયેલી જનતાને નવી દુનિયા રચી બતાવી હતી. એણે વેઠ નાબૂદ કરી હતી, સૌને માટે જીવવાને સમાન હક્ક સર હતું, એજ નગરોમાંથી નવી દુનિયા રચવાની બધી યોજનાઓ આખા રશિયા પર પથરાઈ ચૂકી હતી. એ જ એ નગર ! રોજ પડતાં દેખાતાં હતાં પણ પડતાં નહોતાં. એ બંને નગરે પથરા ફેંકાય એટલે પાસે જણાતાં હતાં તોય ન અડી શકાય તેવાં દૂર દેખાતાં હતાં. રૂસી પ્રતિકાર અહીં મરણીયે બન્યું હતું. મહાસંહારની વચમાં ઊભેલાં લાલા લશ્કરે ખૂટતાં જ નહતાં. મલીનના નવી દુનિયાના સ્વપ્નશીલે સંગ્રામ પણ ખેડી જાણે છે, એમ એને અને દુનિયાને સમજાઈ જતું હતું.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy