SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૮ વિશ્વ ઈતિહાસની રૂપરેખા રિકન શાહીવાદ આ નૂતન જીવન પ્રથાને અંદરથી તેડવાનાં કાવત્રાં કરાવતે હતું ત્યારે ઈટાલી અને જર્મનીના ફેસિસ્ટ સરકારનાં શાહીવાદી સ્વરૂપ રશિયા ઉપર બહારથી આક્રમણ કરવાની બધી તૈયારી કરતા હતા. આ તમામ તૈયારીઓ માટેનાં બધાં સાધને અંગ્રેજી અને અમેરિકન શાહીવાદ પૂરાં પાડતા હતા. આવા કપરા કાળમાં પેલા સ્ટાલીન નામના પિલાદી ભાનવની રાહબરી નીચે રશિયન ક્રાંતિ અને તેણે ઘડેલાં જીવનવિકાસનાં તમામાં સ્વરૂપે સામે જૂના જગતનું શાહીવાદીરૂપ યુદ્ધને જ શણગાર સતું હતું. વિશ્વના રાજકારણની પહેલી સંસ્થા, લીગ ઓફ નેશન્સ ૧૯૧૪-૧૮ નું વિશ્વયુદ્ધ વર્સેઈલ્સ મુકામે થયેલા તહનામા સાથે અંત પામ્યું ગણાય. યુદ્ધને આ રીતે અંત આવ્યે છતાં આપણી દુનિયામાં યુદ્ધનાં જે કારણે સરજાયાં હતાં અથવા યુદ્ધની જે પરિસ્થિતી હતી તેનો અંત નહે આવ્યો. વર્સેઇલ્સ મૂકામે થયેલા સંધિ કરારોએ એવું નક્કી કર્યું કે જર્મનીનું રાજતંત્ર હવે રીપબ્લીકનું બનાવવું. આ ઉપરાંત હારેલા દેશે એ પછીથી નકકી થાય તે પ્રમાણે યુદ્ધની નુકશાની ભરી આપવી, આ સંધિ કરારેમાં એમ પણ નકકી થયું કે ભવિષ્યમાં યુદ્ધ ન થાય તેટલા માટે નિશસ્ત્રીકરણને કાર્યક્રમ સરકારેએ અપનાવો. પછી વર્સેલ્સ મૂકામે વિજેતા રાષ્ટ્રો અને તેમના મિત્રોની તરફેણમાં જગતના નકશામાં પ્રાદેશીક ફેરફારો કરવામાં આવ્યા. આ ફેરફારેએ ચેડાંક નવાં રાજ્યની બનાવટ કરી અને એ રાજ્યમાં નવી સરકારે સ્થાપી. આ રીતે ન નકશો તૈયાર કરવામાં આ વિજેતાઓએ રશિયાના જના પ્રદેશમાંથી તથા એસ્ટ્રો હંગેરીયન પ્રદેશોમાંથી અને જર્મનીના જૂના સામ્રાજ્યમાંથી ટૂકડા કોતરી કાઢ્યા. આ રીતે વર્સેલ્સના કરાર ઘડનાર વિજેતા શાહીવાદી દેશે એ દુનિયાને ન નકશે તૈયાર કર્યો. આ રીતે બનેલી નવી દૂનિયા પર દેખરેખ રાખવા માટે તેમણે પિતાના વર્ચસ્વવાળી લીગ ઓફ નેશન્સ નામની સંસ્થાને જન્મ આપે. આ સંસ્થાને જન્મ પણ વિશ્વ યુદ્ધમાંથી જ એમ કહી શકાય. આ સંસ્થાનું કામ દુનિયાના દેશો પરસ્પરના સંધિ કરાનું પાલન કરે તેની દેખરેખ રાખવાનું તથા રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના ઝગડાઓને શાંતિથી પતાવવાનું હતું. આ સંસ્થાના જન્મ સાથે જ અમેરીકાએ તેના સભ્ય બનવાની ના પાડી. આ સંસ્થાના સભ્યોમાં આંતરરાષ્ટ્રિય એક્તા હતી નહિ તે વાત તેના આરંભમાંજ દેખાવા માંડી. આ સંસ્થામાં જોડાયેલા યુરેપના વિજેતા શાહીવાદી દેશોએ યુદ્ધ લડવામાં પોતાની બધી તિજોરીઓ ખરચી નાખી હતી અને એ સૌ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy