SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા વિશ્વયુદ્ધ પછીનું વિવરૂપ ૫૪૫ પરંતુ ત્યારે જ અમેરિકા પાસે યોજના છે એમ રૂઝવેલ્ટે કહ્યું. ફેંકલીન, ડીલાને, રૂઝવેટ અમેરિકાના નવા પ્રમુખ અમેરિકામાં ત્રણ વર્ષ પર આવેલી ડચ વસાહતમાં જન્મ્યા હતા. યુદ્ધ દરમ્યાન રૂઝવેલ્ટ નૌકા ખાતામાં એસીસ્ટન્ટ સેક્રેટરી તરીકે નિમાયો હતો. ઇ. સ. ૧૯૨૮ માં ન્યુયોર્ક ટના ગવર્નરપદે ચૂંટાયા પછી ઈ. સ. ૧૯૩૨ માં અમેરિકાના પ્રમુખપદે એ ચૂંટાયો. એણે પોતાની ચુંટણીના કાર્યક્રમનું નામ “ ન્યુડીલ ' પાડીને આ કાર્યક્રમને આખા દેશભરમાં જાણીતા બનાવ્યો. રૂઝવેટ અમેરિકાના પ્રમુખ બન્યા તે સાલમાં એટલે ઈ. સ. ૧૯૩૨થી ૩૩ સુધીનું વરસ શાહીવાદી અર્થધટનાના અધેરથી છવાઈ ગયું. બેંકનાં કમાડ વસાઈ ગયાં. ૧૪,૦૦૦,૦૦૦ લોકો અમેરિકાના સુવર્ણ પ્રદેશમાં બેકાર બન્યાં. આ અંધકાર આખા યુરોપ પર ફેલાયે, અમેરિકાના શ્રીમંત પ્રદેશ પર તે અંધ કાર સૌથી વધુ ગાઢ બન્યા. સામાજિક મુઝવણ વધી ગઈ. અમેરિકન સરકારના તંત્રને લાગ્યું કે પોતે આ અધિી નીચે શાસન વ્યવસ્થાને જ જાળવી શકશે નહીં. ત્યારે આ રૂઝવેટે પતિત અર્થતંત્રના મુઝાયેલા સંચાલકોને હિંમતથી ટકી રહેવાનું અને આ આંધીને પાછી હટાવવાનું કહ્યું. એણે કહ્યું કે ઉત્પાદનોના ઢગલા આપણાં આંગણુઓમાં ખડકાયા છે અને એ ઢગલાઓ વચ્ચેજ આપણો માનવ સમુદાય બેકાર બન્યો
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy