SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વયુદ્ધ પહેલ ૫૩૩ ત્વનું સત્વ પેાતાની અંગત અંતામાંથી મુકત બનીને, રાષ્ટ્રિય અસ્મિતાની વ્યાપકતાને ધારણ કરી શકયુ' હતું, અને મહાન બની શક્યું હતું. આ રાષ્ટ્રપિતાએ રાષ્ટ્ર ધડતરમાં જ પોતાની અદ્ભુતાને ઓગાળી નાખવાના અનેક અખતરાએ કર્યાં હતા. એને સત્યના પ્રયાગામાંથી દેખાયેલુ એકમાત્ર સત્ય, આ ઉપખંડ જેવા મહાનદેશના દરિદ્રનારાયણ હતા. આ સત્યનીજ ઉપાસાનાના આગ્રહ ધારણ કરીને એણે ભારતની માટી માથે ચડાવી હતી અને ઝુંપડીએ ઝુંપડીએ ટકાર દઈને, ભારતના આત્માની શોધ ત્યાં આરંભી હતી. સરમન એન ધી માઉન્ટ ' એને ક્રીવાર નૂતન રૂપ ધરીને સંભળાયું હતું. આ ભૂમિ પર આવેલા શાહીવાદી સીઝરાને, પેાતાનાં પાપનાં પાટલાં ખાંધીને સ્વદેશ સીધાવી જવાની એ વિનવણી કરતા હતા. આ સીઝાના ધારા ધારણા સામે એ સવિનયભંગની હિલચાલ જગવતા હતા અને અનિષ્ટ સામેના પ્રતિકારના અનાસકતયેાગ ગીતામાંથી ગ્રહણ કરતા હતા. એ ટાલસ્ટોય તથા રસકીનને પરમિત્ર હતા. 6 એણે અમૃતસરના જલીયાંવાલાબાગની રાષ્ટ્રના રૂધિરથી ભીજાયેલી માટીને માથે ચઢાવીને અંતરની આહુ જેવું અરણ્યરૂદન કરીતે, પુણ્યપ્રાપથી પ્રજળતા આત્માના અગ્નિકણુ ધારણ કરીને સત્યાગ્રહની એરણ પર એક ધ લડવા માંડયા હતા. આ ધની ધારણા જેવા એ આંતરરાષ્ટ્રિય ઉંબરા પર એક નૂતન સંસ્કારના પ્રયાગના હુંકાર બનીને, સવિનયભંગનું વ્યાપક રૂપ આપવા માટે ઇતિહાસની એક નાનકડી અદાલતમાં, અમદાવાદ નામના નગરમાં, જગતને પેાતાનું કારાગાર બનાવી ચૂકેલા અને વિશ્વયુદ્ધની સહાર્ટના ધડી ચૂકેલા, શાહીવાદ સામે ઉભા હતા. જૂના જગતના · પેકસ રામાના ' જેવા રામન કાનૂનને સંસ્કૃતિનાં નામમાં તાડનાર ઇસુની છાયા આ વિશ્વ બનાવ પર છવાતી હતી. પેકસ બ્રિટાનિકાને હિ ંસક કાનૂન તોડીને જ નહીં પણ તેને સવિનયભંગ કરીને, એણે જગતભરની સંસ્કૃતિમાં વ્યવહાર જીવનનું, એક નવું પ્રકરણ શરૂ કર્યું. ત્યારે ઇ. સ. ૧૯૨૧ ની સાલ ચાલતી હતી. * r < . ધંધા ? ' " ખેડૂત અને વણકર.' ܕ તમારૂં નામ ! ” રિવાજમુજબ અદાલત એને પૂછ્તી હતી. મેાહનદાસ કરમચંદ ગાંધી ! ’ શાહીવાદી ન્યાયાસનની ઉંચાઇ, આ નિખાલસ સત્ય જેવા શબ્દ નીચે કચડાઈ જતી દેખાઇ. શાહીવાદી તૂમિજાજ આ લોક જનતાના વિરાટ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy