SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦. વિશ્વ ઈતિહાસની રૂપરેખા બનાવવાના યુદ્ધના સંચાર કર્યો જ હતું. યુરોપને સામ્રાજ્યવાદ આવાં સંચાલનવડે પિતાના પરસ્પરના સંહાર તરફ આગળ વધતું હતું. સામ્રાજ્યવાદ યુરોપની યાદવાસ્થલી કરશે ત્યારે તેમાંથી શુ નીકળશે તેને ખ્યાલ એને આવી શકતો નહોતે, કારણ કે તે સુદ્રલેભને ધારણ કરીને અંધ બની ગયા હતા. મહાસંહાર પહેલાની અંગ્રેજી જ્યુબીલી એટલે એવો ખ્યાલ જેને આવી શકતે નહતો તે અંગ્રેજી સામ્રાજ્યવાદ પણ આખા જગતને પિતાનું વેઠીયું ખેતર બનાવીને જ્યુબીલી ઉજવતે જતે હતે. આ જ્યુબીલીઓમાં પરાધીન પ્રદેશના રાજામહારાજાઓ, નાકર શાહી, જમીનદારે અને ગુલામને મેળે જામતે હતે. એમાં બ્રિટનની દરિયાઇ રાણીને જયકાર ગાજતા હતા. સામ્રાજ્યમાં મોટું એવું ગ્રેટબ્રિટન જગતને પરાધીન બનાવવાની અને આખી દુનિયામાં મોટામાં મેટું સામ્રાજ્ય જીતી શકવાની ખુશાલીની જ્યુબીલી દિલ્હીમાં ઉજવતું હતું. દક્ષિણ આફ્રિકાને પિતાનું સામ્રાજ્ય બનાવી દેવાનું યુદ્ધ હજુ હમણાં જ પૂરું થયું હતું. સામ્રાજ્યવાદે ખુશાલીની જ્યુબીલી બનાવીને પોતે જ પોતાની જાતને આ સંહાર પછી અભિનંદને આપવાના આવા મહાઉત્સવની ભેજના કરી હતી. મહારાણી વિકટેરિયાનું રજિશાસન, બ્રિટીશ સામ્રાજ્યને સૌથી મોટું બનાવનાર યશસ્વી પૂરવાર થઈ ચૂક્યું હતું. નવા નવા નકશાઓ ચિતરાઈ ગયા હતા. આ નકશાઓ સામ્રાજ્યની વધતી જતી તવારીખના લાલ રંગવડે, આખા જગતપર સામ્રાજયને લાલરંગ છવાઈ જતે દેખાડતા હતા. કે ભવ્ય આ લાલ રંગ હો ! આ લાલાશની નીચે સામ્રાજ્યનું ગુલામ હાડપિંજર લેહીનું ટીપેટીપુ નીચોવાઈ ગયા પછી ભયાનક પાંડુરોગથી પિડાઈને કેવું દાંત કકડાવતું પિતાની પ્રતિમાને જ્યુબીલીના રોનકદાર પીણુઓમાં દેખતું હતું ? છતાં દરિયાઈ રાણું અને સામ્રાજ્યવાદની માતા મહારાણી વિકટોરીયાની કારકીર્દિ મહાન હતી. જાણે એનું કલેવર માટીનું મટી જ ગયું હોય તેવી દિવ્યતા એણે ધારણ કરી હતી. જેવું સામ્રાજ્ય અનંતકાળ જેવું દેખાતું હતું તેવું જ આ શહેનશાહબાનુનું શાસન કદિ અંત જ પામશે નહીં એવું જ્યુબીલીના નશામાં લાગતું હતું. આ બધી ખુશાલીને સામ્રાજ્યવાદી મહાઆનંદ, ઉત્સવની જ્યુબીલીમાં પૂરબહારમાં ખીલી ઉઠયું હતું. પણ ત્યારે જ સામ્રાજ્ય જ, જેને મહાકવિનું બિરૂદ આપ્યું હતું એવા એક શાહીવાદના કીપલીંગ નામના કવિએ ગાવા માંડયું હતું. એ કવિતાના કલેકે છેલ્લી લીટી આક્રંદ કરતી હોય તેવી ચીસ પાડીને, બોલતી હતી. “લેટ વી ફરગેટ...લેટ વી ફરગેટ.”
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy