SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ વિશ્વ ઈતિહાસની રૂપરેખા ધરતી પર વિશ્વ ઈતિહાસને અતિ પ્રાચીન પિતામહ ઉભો છે. આ પિતામહનું સંઘમાનવરૂપ પિતાને જ જગત માનતું અને પિતાને જ જગતને માનવ સમુદાય માનતું ચારે બાજુ નજર નાંખતું ઉભું છે. એ જ્યાં જુએ છે ત્યાં ભૌગેલિક કારાગાર જેવી અભેદ દીવાલો માલમ પડે છે. એક દીવાલ અરબી રણને સળગતા વિસ્તાર છે. એની સામે કારાગારની બીજી દીવાલ મહાસાગરના અંધારા ઊંડાણ જેવી દેખાય છે. એની પાછળ ભયાનક એવી નાઇલ નદીની ઘૂમરીઓ જ્યાંથી જન્મે છે ત્યાંથી અજ્ઞાત પ્રદેશ પડ્યો છે. એના માથા ઉપર પણ ભૂરા આસ્માનની છત પર્વતની દીવાલ પર જડાઈ ગઈ છે. આ ઢંકાયેલો પડેલે પ્રદેશ પર્વતે, રણ, સમુદ્રો અને અજ્ઞાતની વચ્ચે પિતાની જાતને આખું જગત સમજે અને પિતાના માનવ સમુદાયને જગતના એક જ માનવ તરીકે ત્યારે પીછાણે તે સ્વાભાવિક છે. આ મહાન પ્રદેશની પશ્ચિમ સીમાએ રણ પથરાયેલું છે તથા પૂર્વ સીમા પરના રણને પેલે પાર લાલ સમુદ્ર પડે છે. એ લાલ સમુદ્રને પેલે પાર પાછું એક રણ પડેલું છે. આ પ્રદેશની દક્ષિણ સીમા પર બિઆ નામના પ્રદેશનાં વેરાન પથરાયાં છે. એના પડોશી પ્રદેશ પણ છે, અને તેના ઉપર પણ મનુષ્યો વસે છે પણ હજુ ઈજીપ્તને તેની જાણ થઈ નથી. ઇજીપ્તના ઈતિહાસના આરંભની રેખાઓ ત્યાર ઈ. સ. પૂર્વે ચાલીસ હજાર વર્ષ પર સમય અહિં અંકાય છે. ત્યારપછી અનેક વરસે આ પ્રદેશ મૃત્યુઘના પ્રદેશ તરીકે ઓળખાય છે. આ મૃત્યુઘરમાં ભરેલાંઓના મમીઓ પિતાની જીવનઘટના વિષે બૂમરાણ કરતાં હજુ પણ ત્યાં હયાત છે. આ પ્રદેશ પર વિશ્વસંસ્કૃતિની પહેલી રેખાઓ શરૂ થઈ. આ પ્રદેશ પરનાં પથ્થરમાને ઈતિહાસના ક્રમ પ્રમાણે તામ્રયુગમાં પેઠાં અને પછી બ્રોન્ઝયુગમાં આવી પહોંચ્યાં. પછી હજારો વર્ષ વહી ગયાં છે. આ અતિ પ્રાચીન પ્રદેશમાં આજે મેકાટમ ગરાઓ તરફથી નાઈલનદીની પશ્ચિમે પહોંચી શકાય છે. આ ટેકરાઓ પરથી જ પત્થરયુગનાં માનવે નાઈલની લીલી ખિણ તરફ દેખતાં હતાં અને પછી જીવતરને નભાવી રાખવાને ધક્કો પામતાં સરિતાપ્રદેશ પર ઉતરી આવતાં હતાં. આ પથ્થર યુગનાં માન જ્યારે મેકાટામ ડુંગરમાંરહેતાં હતાં ત્યારે, ટેકરીઓમાં તેમનાં ગુફા ઘરે હતાં. તથા તેમના જીવનને વ્યવસાય શિકાર કરવાનો હતો. અતિ પ્રાચીન ઈબના આ સૌ વડવાઓ હતાં.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy