SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ સામ્રાજ્યવાદ એટલે યુર તુરત માટે ઉત્તર આફ્રિકામાં ત્રીપાલી પડાવી લઈ ને સ ંતાપ માન્યા હતા. રશિયાએ ચીન પરનું પાર્ટીઆર પડાવી લીધું હતું તથા જાપાને ચીનના ફાર્માંસા નામના ટાપુ પર કબજો કર્યો હતો. ઈ. સ. ૧૮૮૩ માંજ ઇંગ્લેડે દુનિયાપર સૌથી મ।ટું સામ્રાજ્ય કાતરી કાઢીને હવે ઇસને પરાધીન બનાવવાની ચાલખાજી શરૂ કરી હતી. ત્રીસ ત્રીસ વર્ષથી અંગ્રેજી શાહીવાદ જગતને ગુલામ બનાવવા માટે અનેક સંસ્થાનિક યુધ્ધા લડી ચૂકયા હતા. ઈ. સ. ૧૯૦૨માં આ સૌથી મેાટા શાહીવાદે આફ્રિકા પરના ટ્રાન્સવાલ અને એરેન્જ ફ્રી સ્ટેટ પર ચઢાઇ કરી અને તે અને રાજ્ગ્યા પર કબજો કર્યા હતા. દરમ્યાનમાં આ અંગ્રેજી શાહીવાદે મોકલેલા સેસિલ રોડઝ અંગ્રેજી શાહીવાદ માટે કંપથી માંડીને તે આફ્રિકાની નાઈલ નદીના મુખ સુધીનું આફ્રિકન રાજ્ય જમાવતા હતા, અને તે ઉપરાંત ઘણા ટાપુએ પર અંગ્રેજી સામ્રાજ્યના વાવટા ફરકાવતા હતા. જગતને પચાવી પાડવાની આક્રમણખાર ઘટનામાં હવે ઇ. સ. ૧૮૮૫માં લિએપેાલ્ડ નામના બેલ્જીઅમને હાશિયાર રાજા આફ્રિકા પર કાંગાના પ્રદેશ કબજે કરીતે બેલ્જીયમ સામ્રાજ્ય સ્થાપતા હતા, તથા ત્યાં હાથીદાંત અને રબરની લૂંટ ચલાવવા આફ્રિકાના માનવાના સંહાર કરતા હતા. નવા ઊગતે અમેરિ કન શાહીવાદ પણ વાશિંગટનના આઝાદીના જ જમાનામાં સ્પેનિઆ‡ પાસેથી કયુબા અને પોર્ટારીકા પડાવી લેતા હતા, તથા ફિલિપાઈન્સ પર સંસ્થાનવાદની સ્થાપના કરતા હતા. આવી આક્રમક ઘટના જગત પર શરૂ થઈ ચૂકી હતી. યુરોપ અને અમેરિકાના ઉદ્યોગવાદના અથવા આર્થિક શાહીવાદતા સામ્રાજ્યવાદ નામના આ બધા શાહીવાદી વિસ્તાર જગતભર પર પથરાતા હતા. આ વિસ્તારનું રૂપ શરૂથી આજપર્યંત આક્રમક હતું. યુરોપમાં સામ્રાજ્યવાદના નફાખાર શોષણરૂપ પર ઉભેલું વાણિજ્યનું રાજકારણ આ રીતે શાહીવાદી દેશોનાં લશ્કા સાથે જગતના તમામ પ્રદેશે પર પહેાંચી ગયું હતું. આ અરસામાં આખા જગત પર અથવા જ્યાં સૂરજ આથ મતા જ ન હતા એટલા માટા જગતના વિભાગ પર અંગ્રેજી સામ્રાજ્યવાદ વિજય મેળવી શકયા હતા. પરંતુ જર્મની, નપાન, ઇટાલી, અમેરિકા અથવા તમામ નાનાં મેટાં સામ્રાજ્યોનું નિશાન આખા જગતને પોતાનું સામ્રાજ્ય બનોવવાનું જ હતું. સૌ સામ્રાજ્યા, સૌ કરતાં મેાટાં બનવા માગતાં હતાં. પણ જગત તે એક હતું અને શાહીવાદો એકથી વધારે હતા, છતાં એક જ જગતને નિશાન બનાવીને બધા શાહીવાદોએ તેને પેાતાનું જ સૌથી મોટું સામ્રાજ્ય બનાવવાની કૂચ શરૂ કરી હતી. શાહીવાદનં આવું આંધળુ` પરિખળ આક્રમણને નશા ધારણ કરીને અદર અંદરની યાદવાસ્થળીના રવરૂપમાં સૌથી મોટું બનવાની હુરીફાઈમાં ઉતરી પડ્યું હતું. ૬૪ ૫૦૫
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy