SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા એકઠું કરવા તથા પોતપોતાના રાષ્ટ્રઉદ્યોગો વિકસાવવા માંડયા હતા. સંસ્થાન બનતા જગતના ખડી, એશિયા અને આફ્રિકા હતા. અમેરિકાએ હવે સંસ્થા ન ખનવાનો ઇન્કાર કરી દીધા હતા. હવે અમેરિકા ઉપરાંત યુરેાપનાં બધાં ઔદ્યોગિક રાષ્ટ્રા, વાણિજ્ય પ્રથાનાં, પાતપાતાનાં સંસ્થાના એશિયા અને આફ્રિકા પર કાતરી કાઢવા માટે અંદર અંદરની જીવલેણ હરિફાઇ પણ કરવા લાગ્યા હતા. હિંË પર અ ંગ્રેજી વાણિજય રાજય ૪૮૪ આ અરસામાંજ એશિયાના વિશાળ દેશ હિંદુ પર અંગ્રેજી વાણિજ્ય પ્રથા, ઔદ્યોગીક કાંતિ અને રાજય ક્રાંતિની સજાવટ કરીને રજવાડા શાહીના અનેક વિચ્છેદે વડે આ મહાન રાષ્ટ્ર, જેની વિશાળ કાયા ચારણીના જેવી કાચાઈ ગઈ હતી, તેવા હિંદ દેશ પર ઉતરી પડી. અંગ્રેજોના આવતાં પહેલાં યુરેપનું આ વાણિજ્ય સ્વરૂપ પોર્ટુગલથી અહીં આવી પહેાંચ્યું હતું, પરંતુ પોર્ટુગીઝો પેાતાની કમ તાકાત અને ટુકી નજરને લીધે પાછા પડયા, અને હિંદુ પર સ ંસ્થાન સ્થાપવાની હરિફાઈમાં ડચ, ફ્રેંચ અને અગ્રેજોએ દોટ મૂકી. હિંદુ પર પોતાનું સંસ્થાન સ્થાપનારી અંગ્રેજી વાણિજ્ય મંડળીને સ્ટ ઈંડીયા કંપનિનું નામ આપીને ૧૬ મા સૈકાના છેલ્લે દિવસે અંગ્રેજી રાષ્ટ્રે જન્માવી હતી. ત્યારના વાણિજ્ય શાસને તેને હિંદુ પર ઉતરવાને પરવાને દીધા હતા. આ ઈસ્ટ ઇન્ડિયા કપનીમાં જમા થયેલી સાહસિકાની મંડળી ખૂબ ખંધા અને પાકટ એવા સાહિસકાની બનેલી હતી. આ મ`ડળીએ ડચ અને ફ્રેંચ સાથે હરિફાઈ તા કરવાની હતી જ પર ંતુ તે ઉપરાંત નીતિ અને ન્યાયના બધા જ ખ્યાલને ખતમ કરી નાખીને હિંદની પરદેશી ધરતી પર જાની જેમ ચેોંટી રહે એવી વેપારી કેાઠીએ બાંધવાની હતી. આ કાઠીઓમાં રહીને તેમણે હિંદની ભૂમિ પરના રોગચાળાથી ઉભરાતા હવામાનને પણ મૂકાબલા કરવાને હતા. મદ્રાસમાં આવેલા અંગ્રેજી વાણિજ્યના આ કમઠાણને માટે ભેજવાળી જમીનની દરિયામાં લખાયેલી એક અણી આપવામાં આવી હતી. જમીનની કિનારી પર મેલેરિયામાં ત્યારની અંગ્રેજી સાહિસકેાની ટાળકી પડાવ નાખીને ચીટકી રહી હતી. અગ્રેજી રાજાને પહેરામણીમાં મળેલા મુંબઈના ટાપુ પણ ત્યારે હવા ખાવા માટે રહેવા જેવા નહતા. આવા વેરાન પ્રદેશ પર દરિયાની વ્યાપારી જળા બનીને ચોંટેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની પેાતાના દેશના ઝંડાના ધાગા પેાતાની કાઠી પર ફરકાવતી હતી તથા દુનિયાની આબાદીમાં અજોડ એવી દાલત વડે જળહળી ઉઠેલી અને દેદીપ્યમાન દેખાતી મહાન મેાગલશાહી પર લાલચુ નજર નાખતી હતી. આ પરદેશી મંડળી સમજતી હતી કે અકબરના
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy