SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ વિAવ ઈતિહાસની રૂપરેખા વિશ્વસંસ્કૃતિનું ચોથું રૂપ વિજ્ઞાનનું છે. સંસ્કૃતિના પાયા જેવું આ જીવનવનનું સ્વરૂપ સૌથી અધિક છે. આ સ્વરૂપે માનવીનું સ્પષ્ટ રીતે અવલોકન કરતાં, અવેલેકનની નોંધ કરતાં અને તેની નિષ્પક્ષ ચકાસણી કરતાં શીખવ્યું છે. જ્ઞાનનું આ સાચું સ્વરૂપ અથવા વિજ્ઞાનરૂપ જીતનું ગણિતશાસ્ત્ર અને ભૂમિતી હતાં. આ વિજ્ઞાને જગતને પહેલું કેલેન્ડર આપ્યું. વિશ્વઈતિહાસમાં સૌથી પહેલીવાર ઈજીપ્તના વેદ દવાઓ આપતા અને ઓપરેશન કરતા દેખાય છે. બેબિલેનીયામાં સૌથી પહેલું ગ્રહનક્ષત્રોને અભ્યાસ શરૂ થાય છે અને સમયની શોધમાં એક મહિનાના ચાર અઠવાડિયાં નક્કી થાય છે તથા, બાર કલાકવાળું ઘડિયાળ, કલાકની ૬૦ મિનિટ અને એક મિનિટની ૬૦ પળ રચાય છે. ભારતની ભૂમિ પર ગણિત આટલે મેં વિકાસ પામે છે અને મને વિજ્ઞાનનું મંથન શરૂ થઈ જાય છે. યુરોપનાં જંગલમાં માનવનું રૂપ હજુ ઉરાંગઉટાંગ જેવું છે ત્યારે ઈઝશિયન, બેબીલેનિયને, યહૂદીઓ, અને ભારતવાસીઓ, વિશ્વનું સત્ય શું છે તેની ચર્ચાઓ કરે છે અને તર્કશાસ્ત્રોની રમતે રચે છે. ભારતભૂમિનું ધર્મરૂપ ચિંતનને ગળી જાય છે અને ચીની ભૂમિ પરનું ચિંતનરૂપ ધર્મ પર કાબૂ મેળવે છે. સંસ્કૃતિ જેના વિના શકય જ નથી એવી માનવભાષાનું લેખનવાચન અને પઠન પાઠન વિશ્વસંસ્કૃતિના સીમા સ્તંભ બનેલા આ પ્રદેશ પર કવિતાઓ લલકારે છે, અને રંગભૂમિએ નાટક ભજવે છે. આ પ્રવૃત્તિના પાયામાં જીતે બારાખડી દીધી છે તથા કાગળ અને શાહી શોધી કાઢ્યાં છે તથા ચીને જગતનું પહેલું છાપખાનું બનાવ્યું છે. બેબીલેનિયા વ્યાકરણ લખવા, શબ્દકેશ બનાવવા તથા પુસ્તકાલયો રચવા કામે લાગી ગયું છે. “સા વિદ્યા યા વિમુકતયે ને મુદ્રાલેખ ઘડીને આર્યોના આવતાં પહેલાં જ વિશ્વસિંધુના કિનારા પર વિશ્વ વિદ્યાપીઠ રચાઈ જાય છે. એસિરિયનેએ ઈતિહાસ લખવા માંડ્યો છે અને ભારતમાં પહેલું “એપિક' રચાવા માંડ્યું છે. સંસ્કૃતિના આ સત અને ચિતનાં આ સ્વરૂપમાં સૌન્દર્યનું રૂપ પાછળ રહી ગયું નથી. સુંદર વસ્ત્રો નકસદાર ઝવેરાત અને કોમેટીક ઈછાના, સુમેરિયાના અને હાડપાનાં; વિશ્વનાગરિકોના કલેવરને શણગારે છે. આ નાગરિકના ઘરમાં સુંદર “ફનીચર ” અને ચિત્રાવાળાં માટીનાં વાસણ ગૃહ શણગાર બની ચૂકયાં છે. ઈજીપ્તના મૃત્યુઘરમાં લાકડાં અને હાથીદાંત પરનું કાતરકામ દીપી ઊઠયું છે. વિશ્વકલાનાં સૌન્દર્યના ઉપાસક તરીકે મશહૂર બનેલા ગ્રીક શીપીઓ અને ચીની ચિત્રકાર, છિમની ચિત્રશાળામાં બેઠેલા
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy