SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ S ૧૯મા સૈકાનું જીવનરૂપ ૧૮૬૧ના એપ્રિલની ૧૨મીએ આ બન્ને સંસ્થાન વિભાગો વચ્ચે પેલા સવાલના નિકાલ માટે યુદ્ધ સળગી ઉઠયું. આ આંતરવિગ્રહ ઇ. સ. ૧૮૬૫ના એપ્રિલમાં પુરો થયો. દક્ષિણ સંસ્થાનોને એમાં પરાજય થ અને ઉત્તરનાં સંસ્થાને વિજય પામ્યાં. દક્ષિણનાં સંસ્થાને સેનાપતિ જનરલ લી, ઉત્તરના સેનાપતિ જનરલ ગ્રાન્ટને શરણે આવ્યું. બન્ને પક્ષે લાખ માણસોને સંહાર થયે તથા એકલા દક્ષિણનાં સંસ્થાની માલ મિલ્ક તને થએલું નુકસાન, ૮,૦૦૦,૦૦૦ મિલિયન ડોલરનું અંકાયું. અબ્રાહામલિંકનના પ્રમુખપદે અમેરિકન રાષ્ટ્ર જાણે બીજી કાતિ કરી નાખી. આ ક્રાન્તિનું કારણ અમેરિકા પર આવી પહોંચેલે ઉદ્યોગવાદ અને નૂતન અર્થઘટના હતાં. આ ક્રાંન્તિએ ગુલામીની પ્રથાને નાબૂદ કરી. ત્યાર પછી અમેરિકામાં આગળ શું ચાલતું હતું ? અમેરિકામાં હવે ગુલામે નહિ રાખવાને કાયદે થઈ ગયે હતો. અમેરિકાએ સ્વતંત્રતાને કાયદે પણ પસાર કર્યો હતો. અમેરિકાની ધરતી પર શ્રીમતિની મૂડી અને મજૂરોની મજૂરીથી મેટા ઉદ્યોગે શરૂ થઈ ગયા હતા. અમેરિકાના શ્રીમતે વધારે શ્રીમંત બન્યા હતા. અમેરિકાનાં નગરે દોલતથી ઉભા રાવા માંડયાં હતાં. અમેરિકાનું ચલણી નાણું બનેલે ડોલરને સોનાને સિક્કો, ઉદ્યોગવાળે બનીને અનેક ગણો વધ્યું હતું. અમેરિકન સોનેરી દેશ, ડોલર દેશ કહેવાય. ડોલર દેશ પર ૧૮૮૦ની સાલમાં જ એક લાખ માઈલ પર આગગાડી દોડતી થઈ ગઈ અને ૧૯૨૦ સુધીમાં તે બે લાખ અને સાઠ હજાર માઈલ પર રેલવે નંખાઈ ગઈ. ઉઘોગવાદ આખા અમેરિકા પર પથરાઈ ગયો. આખા અમેરિકાના ઉદ્યોગે દોલતના ઢગલા ખડકવા માંડ્યા. અમેરિકાના સૌથી મોટા ઉદ્યોગપતિઓની ગગનચુંબી ઈમારતો જ્યાં હતી, તેમાં રહેનારા કાર્નેગીઓ, રેકફેલર અને ફેડે જેવાં નામવાળા ઉદ્યોગના માલિકે કરડે ને અબજો ડોલરના, સેનાના ઢગલાઓના માલિક બની ગયા. વેલસ્ટ્રીટના આ માલિકે જાણે સેનાના ઢગલા પર બેઠા હોય એ આખે અમેરિકા દેશ જ જાણે એક સેનાને ગલે બની ગયે,
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy