SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ વિશ્વ ઈતિહાસની રૂપરેખા ફોન્સને શહેનશાહ ૧૬ મે લુઈ બૂમ પાડતે કહેતો હતો કે રૂસો અને તેને ફાન્સો વિનાશ કર્યો છે. લૂઈને મન ફ્રાન્સના નામની ખરી વાત તે એ હતી કે ફ્રાન્સની જીવનઘટના નવેસરથી વિચાર કરવા માંડી હતી અને તે આ નૂતન વિચારને બલી બતાવતો હતો. એણે લખેલાં લખાણોના ઢગલામાં એને સૌથી મોટો ગ્રંથ ઈતિહાસ વિષેના ચિંતનને હતો. એણે ઈતિહાસનું આલેખન કરતાં લખવા માંડ્યું કે “આજ સુધીના બધા ઈતિહાસોએ લૂંટારાઓ અને રાજાઓના, ગુન્હાઓ અને અપરાધેનાં વખાણ કરતા ઇતિહાસ જ લખ્યા છે. એણે જણાવ્યું કે મેં પિતે ઈતિહાસનું ચિંતન લખવું શરૂ કર્યું છે, તથા જીવનવહિવટના બનાની નીચે રહેલી જીંદગીની હિલચાલની કેડીને મેં ઈતિહાસ તરિકે આલેખવા માંડી છે. આજસુધીના જુઠાણુથી ભરપુર એવી દંતકથાઓ જેવા ઈતિહાસ નાબૂદ થવા જોઈએ. એણે લખ્યું કે જેના ઈતિહાસે મિથ્યા એવા ગંજીપાનાના મહેલ રચ્યા છે, તે હું દેખું છું ત્યારે મને તેમાં માનવસમુદાયની હિલચાલમાં રહેતે સત્ય કથનને એક કણ પણ દેખાતું નથી અને જૂઠાણાની મોટી મીસીસીપી નદી વહેતી દેખાય છે. આ સાહિત્ય સમ્રાટ નૂતન ઈતિહાસને પહેલે ઈતિહાસ લેખક પણ બન્યો એણે દર વર્ષે ઈતિહાસ પર એકેએક ગ્રંથ પૂરે કર્યો. એણે રશિયાને ઈતિહાસ લખે. ચાર્લ્સ ૧૨માના સમયનું ઈતિહાસ કથન લખ્યું. ૧૪મા લૂઈના જમાનાને ઈતિહાસ લખે. ઈતિહાસ લખતા લખત આ મહાનુભાવ બુદ્ધિના નૂતન આવિર્ભાવ જેવું ફ્લેવર ધારણ કરતા હતા અને જાણે પિતાને નો જન્મ થયો હોય તેટલે આનંદ અનુભવતા હતા. આ બધું લખવા માટે તે પુસ્તકના ઢગલા ઉથલાવતો હતો, હકિકતે મંગાવવા સેંકડો કાગળ લખતે હતા, અને દિવસ રાત અભ્યાસમાં મચી પડતું હતું. હકિકતેના ઢગલામાંથી માનવજાતની હિલચાલને, ઈતિહાસને, અમર અને જીવન્ત સિદ્ધાંત એ શોધી કાઢતું હતું અને ઈતિહાસ સાથે લેક જીવનના તાણાવાણા મેળવતે હતે. જગત ભરના ઈતિહાસકારે માટે એ કહેતું હતું કે ઈતિહાસને તત્વપદાર્થ લેક હિલચાલે, અને કસમુદાયનાં જીવન પરિબળે છે, અને રાજાઓ નથી. જે ઈતિહાસ રાષ્ટ્રિય સરહદમાં પૂરાઈ રહે છે અને વિજ્ઞાનની હિલચાલની કૂચ કદમને વખાણવાને બદલે લશ્કરની કૂચકદમનાં વખાણ કરે છે તે પણ ઇતિહાસ નથી. સાચો ઈતિહાસ તમામ રાષ્ટ્રની એક અને સમાન માનવજાતની પ્રગતિને ઈતિહાસ છે. એ કહેતું હતું કે એવો ઈતિહાસ લખવાનો મેં આરંભ કર્યો છે. એ ઇતિહાસ યુદ્ધો નથી, પણ માનવાની જીદગીને સંસારને ઈતિહાસ છે. આ સંસારમાં
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy