SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ વિશ્વ ઈતિહાસની રૂપરેખા સંસ્કૃતિની કેરી પર ઈતિહાસના કોઈ પણ તબક્કા અથવા સમય પર નજર નાખે. સંસ્કૃતિની કેવી ધમસાણ મચેલી દેખાય છે! ઈજીપશિયનો મેસેમિયનો, એસીરિયન, સીરિયન, ગ્રીકે, અને મને, આર્યો અને અનાર્યો, ઈરાની અને, ઈઝરાઈલે આ બધા સંસ્કૃતિની કેડી પરના માનવ સમુદાયો, અંદર અંદર અથડાય છે, કૂટાય છે, પડે છે, ઉભા થાય છે, આગળ વધે છે, કેઈ નાશ પણ પામી જાય છે, પણ સંસ્કૃતિની કેડી પર માનવવિરાટ આગળને આગળ વધ્યો જાય છે, સંસ્કૃતિ વિકસતી જ જાય છે. સંસ્કૃતિની રચનાનાં મુખ્ય અંગે જેના પર સંસ્કૃતિ નભે છે, તથા જેને ધારણ કરીને તથા જેના પાયા ઉપર સંસ્કૃતિની ઘટના વિકાસનાં વિવિધ સ્વરૂપ ધારણ કરે છે, તેવાં સંસ્કૃતિનાં પાયાનાં અંગે નીચે પ્રમાણે છે. એક બીજાને સમજાવતી અને સમજાવવાની ભાષા નામની આવડત અથવા ક્રિયા વિના સંસ્કૃતિ સરજાઈ શકી નહેાત. માનવ સમાજની ઘટનાને એ જ પાય છે. મનુષ્યની સામાજીકતાની એ જ સંસ્કાર ક્રિયા છે. ભાષા અને ભાષામાં ભરેલા અનુભવ ક્રિયાઓની આપલેના શબ્દોનું સાધન જે હોય નહીં તે, વીણુઓનાં વાદનથી જ સંસ્કૃતિ બંધાઈ શકી નહત. આ ઉપરાંત સંસ્કૃતિના પાયા જેવી શેધ અગ્નિના ઉપયોગની શોધ છે. આ શોધ વડે જ મનુષ્ય પોતાનાં સાધનો અને હથિયારે, અથવા સાધનસંપન્નતા કેળવ્યા કરી છે. આ સાધન વડે જ, ટી, રહેઠાણ, અને પિશાક નામની સંસ્કૃતિની પથમ કક્ષાની જરૂરિયાત, એ પામી શક્યો છે. સંસ્કૃતિની સાધનાનું એવું જ મૂખ્ય અંગ મનુષ્યની પાલન પ્રવૃત્તિ અથવા વાત્સલ્ય પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિનું રક્ષણ એની જાતનું અને એની જાતિનું રક્ષણ બન્યું છે. આ રક્ષણ માટે એણે અનેક રમખાણે પણ કર્યા છે, અને સ્વસંરક્ષણ તથા જાત સંરક્ષણનાં સંસ્કૃતિનાં સ્વરૂપે ઘડ્યાં છે. આ ઘડતરના એકડા જેવી એની સમાજ સંસ્થા છે, અને પશુપાલન નામની સંસ્કૃતિની આરંભની સંસ્થા છે. આ પ્રવૃત્તિના પાયા પર એણે સંસ્કૃતિની વસવાટ રૂપવાળી ખેતી જીવનની સંસ્થા ઘડી. સંસ્કાર જીવનને એકડો ખેતી સંસ્કારથી શરૂ થયે. આ એકડા, પછી કલા, કારીગરી, નગર રચના, વ્યાપાર, વગેરે સજાવટવાળી સંસ્કૃતિની ધટના શરૂ થઈ શકી.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy