SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ઈતિહાસ એટલે સંસ્કૃતિની જીવનકથા [ ઈતિહાસકથા એટલે સંસ્કૃતિની જીવનકથા–સંસ્કૃતિની કથાને નાયક વિશ્વનો માનવસમુદાય–સંસ્કૃતિની કેડી–સંસ્કૃતિની રચનાકિયાનાં મુખ્ય અંગે–સંસ્કૃતિની પૂર્વ ઘટનાનાં સ્વરૂપસંસ્કૃતિનું વસિયતનામું–પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિને પિતા પુત્ર સંબંધ ] :::::: દ: ઈસ :::::: કરવી, કઈક ઇતિહાસની કથા એટલે સંસ્કૃતિના જીવનની કથા ઈ તિહાસનું આલેખન માનવ સંસ્કૃતિનું આલેખન હોય છે. માનવજાતની જંદગીનું સ્વરૂપ આદિથી માંડીને તે આજ પર્યત, સંસ્કૃતિનાં કેવાં રૂપને ધારણ કરી શકયું છે તેની કથા એટલે ઈતિહાસની કથા અથવા વાર્તા છે. જંગલઘર અને ગુફાધરમાં રહેતું મનુષ્ય સિનાં નગરે જેવાં નગરનું નાગરિક કેવી રીતે બન્યું, ઈમના પિરામીડો બાંધનાર શિલ્પી અને હાડપ્પાનાં નગરમાં જમીન નીચેની ગટર બાંધનાર તથા ઈતની ધરતી પર નહેરની રચના કરનાર ઈજનેર કેવી રીતે બન્યું, અથવા કેવી પગથી પર પગ ગોઠવતું એ આગળ વધ્યું તેની હકીકતની કથા એટલે ઈતિહાસની કથા છે. વેરાનમાં ભટકતું અને પથરાની સાંગ ધારણ કરીને શિકારનો જ વ્યવસાય ધારણ કરતું મનુષ્ય બેબીલેનમાં ખગોળશાસ્ત્રી કેવી રીતે બન્યું,હિંદમાં ગણિત શાસ્ત્રી કેવી રીતે બન્યું, ઈઝરાઈલમાં ધર્મ ધૂરંધર શી રીતે બન્યું, ઈરાનમાં ગવર્નર કેવી રીતે તથા ગ્રીક ધરતી પરનું કલાકાર અને રોમન ધરતી પરનાં સીનેટર તથા ચીની ધરતી પરનાં સંત અને અરબી ધરતી પરનો એક ઈશ્વરને રાજદુત કેવી રીતે બની ગયું તે રીતની તથા તેના પરિવર્તનના પંથની કથા એટલે ઈતિહાસના કથા છે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy