SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૭ યુરોપના રાજકીય ઉત્થાનની દેચ કાતિ એણે ઈ. સ. ૧૭૮૦ માં “પ્લાન–ડી-લેજીસ્લેશન ક્રીમીનલે ” નામનું કાયદા પર પુસ્તક લખ્યું અને પછી આ મહાન મેરટે કાતિની હિલચાલમાં ઝંપલાવીને લા-આમી દુ પીપલ” નામનું દૈનિક પત્ર શરૂ કર્યું. જનસમુદાય તરફના પ્રેમથી છક્લકાતું એનું દીલ માત્ર દાઝતું નહોતું પણ સળગતું હતું એમ કહીયે તોય ચાલે. આ દાઝપૂર્વક પિતાના પત્રમાં એણે રજવાડી જાલિમ ઘટમાળ સામે હલ્લા શરૂ કર્યા. જવાબમાં એ જીવન પ્રથાએ એને પીછે પકડ્યો. ઈ. સ. ૧૭૯૦ ને જાન્યુઆરીમાં અને ૧૭૮૧ ને ડીસેમ્બરમાં એને જીવ બચાવવા લંડન નાસી જવું પડ્યું. ત્યાર પછી ક્રાંતિના જુવાળમાં આગેવાની કરવા તે છૂપી રીતે પાછા પેરિસ આબે તથા પેરિસનગરમાં “લા-આમી ડુ-પીપલ” નામનું એનું છાપું ભમભિતર બનીને, અગ્નિ ઝાળ જેવું ઉડવા લાગ્યું. પછી ક્રાતિએ જ્યારે ક્રાન્તિના તંત્રની ઘટનાને ફ્રાન્સના નગરમાં વહેંચી નાખીને કમજોર બનાવી દેવાને પ્રસ્તાવ મૂકે ત્યારે એણે તેને પિતાની બધી તાકાતથી વિરોધ કર્યો, અને એક અને અવિભાજ્ય એવા ફ્રેંચ રિપબ્લીકની રચના કરાવી, પછી ક્રાંતિના જે જુવાળ પર મેરટ પલાણ હતું તેના તાપમાં જ એ પિતે પણ લય પામી ગયે. પ્રતિક્રાતિએ ઝનૂની બનીને ક્રાન્તિ પર મારેલા મેરટના ખૂનરૂપી કારી ઘાથી આખા ફ્રાન્સન જન સમુદાય જાણે ઘવાઈ ગયો. ક્રાતિના તમામ આગેવાનોએ આ મહાનુભાવના શબ આગળ માથું નમાવ્યું. એના મૃત્યુની છબી પર લેક જુવાળે ધસારે કર્યો અને રૂદન કરતાં લોકેનાં ટોળાંએ એના ઘરમાં અને ઘરની આસપાસ ફૂલેન ઢગલા છાઈ દીધા. આખી લકસભા સાથે પેરિસના માનવ સમુદાયનું સ્મશાન સરઘસ નીકળ્યું. ડેવિડ નામના મહાન ચિતારાએ એના મતને અમર બનાવતું ચિત્રદર્શન દેવું. “કેડેલિયસ ” ના વિશાળ મેદાનમાં એક ભવ્ય કબરમાં દફનાવવા માટે સમીસાંજનું નીકળેલું સ્મશાન સરઘસ મધરાતે પહોંચ્યું. તમામ સંસ્થાઓએ મેટને અંજલી દીધી અને છેવટે લેકસભાના આગેવાન થુરિઓએ મેરટને દફનાવ્યું. મેરટના હૃદયને બહાર કાઢવામાં આવ્યું તથા રિપબ્લીકની લોકસભાના વિશાળ ખંડમાં તેને દર્શન માટે ગે ઠવવામાં આવ્યું. ફ્રાન્સમાં ક્રાન્તિના વિશ્વ ઇતિહાસનો આરંભ થયા પછી કોઈ પણ માનવીને નહિ આપેલુ એવું માન ફ્રાન્સે મેરટને દીધું. ક્રાંતિ પછીને નેપોલિયનને ઉદય મેરટના ગયા પછી ક્રાંતિની ઓટ શરૂ થઈ ચૂકી હતી. ક્રાંતિના નામમાં હકૂમત ધારણ કરનારી અને સરકાર બનનારી મંડળીઓએ સરકાર ગૃહ પર ૫૩
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy