SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ વિકવ ઈતિહાસની રૂપરેખા નાખવાની આગાહી આપી હતી. સમાજ જીવનની રહેણું કરશું હવે બદલાય તે તે, પાયામાંથી ટોચ સુધી બદલાવાની હતી. સામાજિક જીવનવહિવટમાં આવી જાતના ફેરફારની શરૂઆત નવા મધ્યમવર્ગની વાણિજ્ય નીતિના અર્થકારણની, તથા જવાબદારીવાળા રાજ્યતંત્રના રાજ્ય કારણુની હિલચાલમાં થઈ ચૂકી હતી. આવી હિલચાલની શરૂઆત ઈગ્લેંડમાં પ્રજાના સમયમાં “મેગ્નાચા” થી શરૂ થઈને હજુ હમણું જ નિયંત્રિત રાજ્યેત્રની હિલચાલ સુધી પહોંચી ચૂકી હતી. ઈડની આ રાજ્યક્રાંતિ, રજવાડાશાહીને સંપૂર્ણ નાશ કરવાને બદલે થંભી ગઈ હતી. પછીથી એણે જાળવી રાખેલા અંગ્રેજી રજવાડા ને અને સામ્રાજ્યવાદને અમેરિકન લેકેએ પિતાને ત્યાંથી પદભ્રષ્ટ કરનારી ક્રાંતિ કરી. ક્રાંતિની હિલચાલને એ યુગવેગ શરૂ થઈ ગયો હતો. આ યુગગને ઝંઝાવાત કેન્સમાં પણ ક્યારનોયે કુંકાવા માંડ્યા હતા. વિશ્વ ઈતિહાસમાં આ વંટોળે રજવાડાશાહીની જીવન પ્રથાને જડમૂળથી ઉખેડી નાખીને ઇતિહાસના ભૂતકાળમાં ફેકી દીધી. આ ક્રાંતિએ ઉગતા મધ્યમવર્ગની વાણિજ્ય નીતિને અપનાવી. આ ફેરફાર, વાણિજ્ય નીતિને મૂડીદાર આગેવાનવાળી સરકારનું સામ્રાજ્યવાદી રૂપ ખૂલ્લું મૂક્યું, તથા રજવાડાશાહી સાથે ઇગ્લેંડની જેમ સમાધાન કર્યું નહિ, પરંતુ સંપૂર્ણ પણે તેને ખતમ કરી નાખીને સામાજિક જીવનધટનાની કાયાપલટ કરી નાખવાની ક્રાન્તિકારી ઘટના આરંભી. ફ્રેંચ કાંતિનાં કારણે કાતિનાં કારણોને સવાલ અગત્યને હોય છે. ફ્રેંચ કાંતિ શા માટે થઈ તે જાણવું જરૂરી છે. કાન્તિનાં કારણે અનેક હોય છે પરન્તુ સૌથી મોટું અથવા મહાકારણ એજ કાતિનું સાચું કારણ છે. આ મહા કારણ રજવાડી જીવન પ્રથા હતી. રાજા અને રાજાએ એ પ્રથામાં તમામ લોકો પર જે જામે, વેઠે, કરે, વેરાઓ લાગાઓ તથા શોષણના પ્રકારે લાધ્યા હતા તેના ભાર નીચે ફેંચ લેકસમુદાય કચડાઈ ગયા હતા, તથા આ ભારના બેજાને હટાવી દીધા વિના લેકસમુદાયનું જીવન એક પણ કદમ આગળ વધી શકે તેમ હતું નહિ. આ સિતમને બેજ અસહ્ય હતા અને અન્યાયી હતો. આ સામુદાકિક અને અનેક રૂપવાળા રજવાડી શેષણની સામે જ અંગ્રેજી લેકસમુદાયે અને અમેરિકન લેકસમુદાયે પણ પિતપિતાના બળવા પિકાર્યા હતા. આ કારભારને નાશ કરવા માટેજ, જે રજવાડી જૂની ઘટના હતી તેને નાશ કરવાની એટલે તેનું રૂપાંતર કરવાની જરૂર હતી. ફ્રાન્સના લેકસમુદાયે પિતાને ત્યાં એ વિનાશને આરંભ કર્યો.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy