SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઇતિહાસની રૂપરેશા ૩૯૮ સાધના અને યંત્રો જીવનના દરેક વિભાગ માટે બનવા માંડયાં હતાં વૈદકિય વિજ્ઞાન અને વૈદકિય સાધના પણ આ સર્વાંગી હિલચાલ સાથે આગળ વધતાં હતાં. ખેતીવાડીનાં સાધના અને યંત્રે પણ આ ઉદ્યોગ હિલચાલમાં પાછળ રહેતાં નહાતાં. પહેલીવાર ખેતીવાડી પણ ઉદ્યોગ બનતી હતી. વૈદકિય સાધનામાં કપડાંના ઉત્પાદનમાં, ખારાકના ઉત્પાદનમાં અને વાહન વ્યવહારની તથા અવરજવરની ઝડપમાં આગળ વધતા આ ઉદ્યોગવાદનુ સ્વરૂપ ઇજનેરી કામકાજમાં પણ પાછળ રહ્યું નહી. સેંકડા વર્ષ પહેલાં લિનાદેએ ઇટાલીમાં લેાખંડના પૂલેના નકશાએ દોર્યો પછી લોખંડના પહેલા પૂલ ઇંગ્લેંડે પહેલીવાર આ નવા જમાનામાં બાંધ્યા, અને એક જ સૈકામાં આવાં બાંધકામેાની ઝડપ વધી ગઇ. વરાળથી ચાલતાં જહાજોનાં રૂપ અને સંખ્યા આ નવા જમાનામાં વધવા માંડી. રસ્કિને વર્ણવેલા જહાજનું સ્વમ નવા જમાનાએ સાચું ઠેરવ્યુ. વિલિયમ મેરિસે વરાળથી ચાલતાં જહાજોને આ ઔદ્યોગીક જમાનાના દેવળાનુ ઉપનામ આપ્યું. નવી દુનિયાનાં આ નૂતન દેવળા ઇતિહાસમાં પહેલીવાર ધડતર, ઝડપ, તાકાત, અને સૌન્દર્યની એકતાના ચમત્કાર જેવાં હતાં. નવી દુનિયાનાં આ નવાં દેવળા બનાવનાર કાઇ જાદુગરા કે ભુવાએ નહાતા પણ ચમત્કારનું જીવતું સર્જન કરનાર ઇજનેરે અને આઝાદ અનેલા માનવ સમુદાયા હતા.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy