SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ વિશ્વ ઈતિહાસની રૂપરેખા ( પાયલું પુસ્તક ત્યાં નવી આવૃત્તિ પામતું હતું. એ મેશ્યા, હું લાવ્યા છું તે રાજદ્રોહ છે......તમે છાપશો ?' " ' લાવા, જોઉં તા ખરા રાજદ્રોહ ! ' જોરડને છપાયેલી નકલ દેખવા માંડી અને ખેલ્યા. · હું. રાજદ્રોહ છાપીશ......મને ઇતિહાસના સત્ય કથન માટે પ્રેમ છે....મને સન્ય શબ્દ છાપીને મારા ધંધાની પવિત્રતા જાળવવાના આગ્રહ છે......મારૂં માથું ઉતારી લેશે તેાય હું આ શબ્દો છાપીશ, પણ એક શરતે જ, એ શરત એ છે કે, ‘ તમારે વાંચી સ ંભળાવવું પડશે આખુ પુસ્તક...જે દિલમાંથી આ શબ્દોએ દેહ ધર્યો છે તે......પેઈનના અવાજ... મારે સાંભળાવવા છે.” પછી અપાર સુધી પેને વાંચ્યુ. જોર્ડને તલ્લીન બનીને સાંભળી રહેતાં, કાઈ કાઇ વાર આવું નમુનેદાર શબ્દગ્દર્શન શ્રવણુ કરતાં આનંદથી ઉચ્ચાયું, · રાજદ્રોહ........ભલે રહ્યો એ રાજદ્રોહ ! એજ સત્ય કથન છે.' પછી પુસ્તક પ્રગટ થયું. ઇંગ્લેંડમાં, ફ્રાન્સમાં, અમેરિકામાં, · માનવીના અધિકાર ’ વેચાવા લાગ્યું. જોત જોતામાં માગ વધી ગઇ. જોરને સોંઘી કિંમતની ત્રીસ હજાર નકલવાળી આવૃત્તિ પણ છાપી નાખી. ઈંગ્લેંડ પર માનવીના અધિકાર વેચાયા. અંગ્રેજી નાગરિકા ત્રણ શિલી’ગની ચેાપડી વાંચવા મંડી પડયાં. વાલપાલ, પીટ, ખ અને ફેકસે આ ચાપડી ગંભીર બનીને વાંચી. ડ્યુક એફ્ર વેાનશાયરે આ ચાપડી તરફના ધિક્કાર બતાવવા પોતાની હાકલી સળગાવીને તેનુ એક પછી એક પાન ફાડી ફાડીને સળગાવવા માંડ્યુ. લોર્ડ ચેનવીલે આ ચાપડીને વાંચ્યા પછી તેના ટુકડે ટુકડા કરી નાખીને નોંધપોથીમાં લખી નાંખ્યું, ‘એને ટી’ગાવી દેવા જોઈ એ.' ટારીએની સરકારે પોતાની તાકીદની સભા ખાલાવી અને તેમાં પીટે ઉંભા થઈને કહ્યું, ‘જેન્ટલમેન ! આપણે પગલાં લેવાની ઉતાવળ કરવાની જરૂર નથી...નહીં તા આપણે પેઈનને વધારે પડતું મહત્વ આપી દઇશું.’ પણ ચાપડી તેા આગની જેમ ફેલાતી લ‘ડન, મેનચેસ્ટર, શેીલ્ડ, અને લીવરપુલમાંજ પચાસ હજાર નકલ જોતજોતામાં ખરીદાઇ જતી હતી.‘મેરી’ એટલે આનંદી ઈંગ્લેંડની ઊંધ પેઇને ઉરાડી નાખી. ઊંધમાંથી ઊઠીને જાણે ઝબકીને એ લાક આ અંગારા જેવા શબ્દ દેહને નિરખી રહ્યાં અને પેઈ તે આલેખેલી ઇતિહાસની ઉમેદ વાંચતાં હતાં. અમેરિકાનાં આઝાદ સંસ્થાનાની સાથેાસાથ યુરોપનાં આઝાદ રાજ્યાના સધ જોડાય, પછી ધીમે ધીમે આખા જગત પર આઝાદીને આકાર પથરાય, માનવ માત્ર સમાન બને અને લેાકશાહીના સાચા રૂપમાં કાઈ ભૂખે ભરે નહિ, અને શિક્ષણ અને સ ંસ્કારથી ગુનાએ અને દુઃખા દૂર થઇ જાય, અને ... અને યુદ્ધને જ અંત આવી જાય, રાજાએ અને જાલીમાના અંત આવી
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy