SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ ઇડના રાજ્યાન્તિ અને અમેરિકાને જન્મ અને સ્વાતંત્ર્ય યુદ્ધના પિતાનું ઉપનામ પામેલા, ટોમસ પેઈન જેવ, એ આર્ષદષ્ટ પણ નહે. વોશિંગટન એક સ્થિતિ ચૂસ્ત જમીનદાર હતું તથા ક્રાંતિના ખ્યાલેને વેગળા રાખીને પોતાના બાપદાદાએ જાનના જોખમે પડાવેલી ધરતી પર ચિટકી રહેવાના આવેગ જેવો બનીને બ્રિટન સામે પિતાની વસાહતની મુક્તિ માટે લડ્યા હતા. પણ આ લડાઈમાંથી આઝાદીના તણખા અમેરિકન ધરતી પર ઉડ્યા તથા આસ્તેથી, એ ધરતી પરનાં ગુલામ માનવે પણ નવી જ રીતે વિચાર કરવા લાગી ગયાં હતાં. પરંતુ ક્રાતિના કેઇ વિચાર સાથે પિતાને કશી લેવાદેવા ન હોય તેવું એકધારું વલણ જાળવી રાખીને અમેરિકાના સ્વાતંત્ર્ય યુદ્ધને આ મહાસેનાની અમેરિકન સ્વરાજને પ્રથમ પ્રમુખ બને. સ્વતંત્ર અમેરિકાને પહેલે સીટીઝન જન્મથી ટોમસ પેઈન અથવા ટોમ પેઈન ઈગ્લેંડને સીટીઝન હતે. પરંતુ એણે જ અમેરિકન આઝાદીને સૌથી પહેલે ઉચ્ચાર કર્યો હતે. પછી ફ્રાન્સની ક્રાંતિને એણે બિરદાવી હતી અને એણે જ યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકાનું નામાભિધાન લેક-એક્તાના અર્થ માટે જેડ્યું હતું. ગુલામી નાબૂદ કરવાની હાકલ પણ એણે સૌથી પહેલાં કરી. એણે ૧૯મા સૈકામાં આખી દુનિયામાં શાંતિ સ્થાપવા તકરારને નિકાલ લાવવા આંતરરાષ્ટ્રિય લવાદની સૂચના કરી, અને વિશ્વસંધને ખ્યાલ પણ રજુ કર્યો. સ્ત્રીઓના સમાન હક માટે એણે માગણી મૂકી. સામુદાયિક શિક્ષણ અને તમામ ગરીબોનાં બાળકને ફરજિયાત અને મફત શિક્ષણ આપવાનું એણે કહ્યું, તથા દુનિયાના વ્યવહાર માટે તમામ રાષ્ટ્રોનું સમાન હકેવાળું આંતરરાષ્ટ્રિય સ્વરાજ સ્થાપવાને ખ્યાલ પણ સૌ પ્રથમ એણે આપે. ત્યારે અંગ્રેજો અમેરિકાને પોતાને ચરી ખાવાનું સ્થાન બનાવવા માગતા હતા. ટમ પેઈને અંગ્રેજી શાહીવાદ સામે ક્રાંતિનો અવાજ ઉઠાવ્યું. અમેરિકા ભરમાં એટલે જ આબાલવૃદ્ધોની જીભ પર ટોમ પેઈનનું નામ સંજીવન મંત્ર બન્યું. સ્વાતંત્ર્ય યુદ્ધના સેનાપતિ જે શિંગ્ટને એટલે જ એના માનમાં માથું ઝૂકાવ્યું અને પ્રશંસાના શબ્દ વાપરવામાં કંજુસ એવા જોન આદમ્સ પણ એટલે જ લખ્યું કે, “History is to ascribe the Revolution, Thomas Paine.” | નરક નામના અંગ્રેજી પરગણાના શેટફર્ડ નામના ગામમાં જોસેફ પેઈન નામના એક ચૂસ્ત કકરના ઘરમાં ફેન્સીસ નામની એક વકીલની દીકરીને પેટે એને જન્મ ઈ. સ. ૧૭૩૭માં જાન્યુઆરીના રમા દિવસે થયો.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy