SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ઈંગ્લેંડની રાજ્યક્રાન્તિ અને અમેરિકાના જન્મ સ્ટુઅર્ટ ઇંગ્લંડમાં પરદેશીઓ હતા તથા સ્પેઇન સાથે મિત્રાચારી રાખવામાં ભાનતા હતા. અગ્રેજી વેપારીયુગ આ નીતિને નાપસંદ કરતા હતા. આ ઉપરાંત રાજા જેમ્સ અને તેના દીકરા ચાર્લ્સ ૧ લેા જે, ઇ. સ. ૧૬૨૫ માં ગાદી પર આવ્યો તે બંને જણ રાજાના દૈવિ હક્કમાં માનતા હતા. યુરેાપના દૈવિ હક્કના ખ્યાલ પાપ નામના ધર્મોચાયોએ શરૂ કર્યા હતા તથા એ રીતે તેમણે રાજ્ય પણ કર્યુ હતું. પરંતુ યુરેપમાં આ બાબત હવે જૂની થઇ ગઇ હતી, તથા ધર્મ સુધારણાની હિલચાલે રાજ્યકર્તાના દૈવિ અધિકારને સિદ્ધાંતમાં પદભ્રષ્ટ કર્યાં હતા. દૈવિ અધિકારના આ ઇન્કાર, ઇ. સ. ૧૫૮૧ માં નિર્લેન્ડઝમાં સભળાયા હતા. આ પ્રદેશ ઉપર ગાદીનશીન થયેલા સ્પેઈનના રાજા ફિલીપ ખીજાને નિધલેન્ડઝમાંથી ખરતરફ કરવામાં આવ્યા હતા તથા પ્રજા તરફની રાજાની જવાબદારીને આ પદાર્થ પાઠે ઉત્તરસમુદ્રના કિનારા પર પથરાયા હતા. આ ખ્યાલને પહેલા અમલ કરનાર હાલેડના વેપારી સમાજ હતા. આ સમાજે પોતાની મૂડીની તાકાતને અનુભવ કરવા માંડ્યા હતા, તથા એ તાકાતના અધિકાર રાજ્યકારણમાં ઉતારવાની શરૂઆત કરી હતી. જેવા વેપારી સમાજ હાલેંડમાં હતા તેવાજ ઈંગ્લડમાં પણ હતા. આવા વેપારી વર્ગાએ એક નવું શસ્ત્ર સંપાદન કર્યું. હતું. આ શસ્ત્રનુ નામ સૂફી હતું. મૂડીની તાકાત લશ્કરી ઉભાં કરી શકે છે તથા લશ્કરાનાં આયુધાને પણ એજ તાકાત મજુરાના શ્રમ મારફત પેદા કરી શકે છે એવી ખાત્રી તેમને થઇ ચૂકી હતી. પેાતાની તાકાતના ભાન સાથે તેમણે રાજાના દૈવિ અધિકારને મુકાબલે કરવા માંડ્યા હતા. તથા રાજા પાસે રજવાડાશાહીની જે જૂતી લશ્કરી સંસ્થા હતી તેના કરતાં પેાતાની મૂડીમાં વધારે વિશિષ્ટ પ્રકારની લશ્કરી તાકાત હતી તેવા વિશ્વાસ સંપાદન કરવા માંડયા હતા. આ વિશ્વાસપૂર્વક તેમણે રાજાના દૈવિ અધિકારને વશ વર્તવાનેા ઇન્કાર ઇગ્લેંડની ભૂમિ પર કરી દીધા. મુડીના અને રાજાના દૈવી હકકાને મુકાબલા ૩૭૧ ઇ. સ. ૧૬૨૫ માં ગાદી પર આવેલા ચાર્લ્સ પહેલાના જમાનામાં ઈંગ્લંડની ધરતી પર રજવાડીયુગને દૈવિ અધિકાર મૂડીવાદી યુગના લોકશાડી અધિકારની સામ સામે આવી ગયા. ઈંગ્લેંડની ધરતી પર ચાલ્સ પહેલાના શાસન સમયમાં આ બંને તાકાતે! એકબીજાના મુકાબલા માટે ખડી થઇ ગઈ. રાજકારણના આ અગત્યના સવાલનુ પહેલુ યુદ્ઘ પાર્લામેન્ટના મકાનમાં આરંભાયુ. રાજાની સામે મૂડીદારાની લાકશાહીએ, લેાકસભામાં પેાતાને પહેલા માર્ચે રાપ્યા, અને ત્યાંથી રાજાતા ફરમાવાને નામજૂર કર્યાં. રાાએ લેકસભા અથવા હાઉસ એફ કામન્સને ” ખરતરફ કર્યુ, તથા અગીર
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy