SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ વિશ્વ ઈતિહાસની રૂપરેખા વર્ષ સુધી રોમન પ્રાંત બની ગયો હતો. ત્યાર પછી જ્યારે રોમનગર પર બહારનાં આક્રમણ આવવા માંડ્યાં ત્યારે રેમન સામ્રાજ્યની ઈગ્લેંડ પર બેઠેલી પ્રાચીન હકુમતને ઈગ્લેંડને સ્વેચ્છાએ ખાલી કરવાની ફરજ પિતાના વતનનું રક્ષણ કરવા જવા માટે પડી. આ રીતે રેમને પોતાના આ ગુલામ સંસ્થા નને નિરાધાર દશામાં મૂકીને ચાલ્યા ગયા. આ બાબતની જાણ ઉત્તર જમે. નીની સેકશન નામની જર્મની ટોળીઓને પડતાંની સાથે જ આ ભૂખ્યા માનવ સમુદાયે ઉત્તર સમુદ્રમાં થઈને ઈંગ્લેંડ નામના આ ટાપુ પર ચઢી આવ્યા. ઈંગ્લેંડ પાછું ગુલામ બન્યું, અને આ ટાપુ પર એંગ્લેસેકશન રાજ્ય સ્થપાયાં. આ રાજ્ય પાંચસો વર્ષ સુધી અંદર અંદર લડ્યા કરતાં હતાં તથા ઈગ્લેન્ડની ખાનાખરાબી કરતાં હતાં. ત્યાર પછી ઈ. સ. ના અગિઆરમા સૈકામાં ઇંગ્લેન્ડ ડેનિશ સામ્રાજ્યનું ગુલામ બન્યું, અને આ ગુલામ ટાપુ પર કેન્યૂટ નામના ડેનિશ શહેનશાહનું શાસન મંડાયું. ત્યારપછી ડેનિશ લેકે પરાજ્ય પામીને જતા રહ્યા, પરંતુ નર્સ લેકેએ ઈંગ્લેન્ડને પિતાનું ગુલામ બનાવ્યું. વિલિયમ નામના “યુક ઑફ નેમંડીએ ઈ. સ. ૧૦૬૬ માં અંગ્રેજી ખાડી ઓળં. ગીને ઈંગ્લેન્ડ પર આક્રમણ કર્યું, અને તે ઇગ્લેન્ડને રાજા બન્યો. આ રીતે ઈંગ્લેન્ડ નેમડીનું ગુલામ સંસ્થાન બન્યું. આ નર્મને અંગ્રેજ રાજાઓએ ફ્રાંસને પણ ગુલામ બનાવ્યો, તથા ફ્રાન્સને ગુલામ બનાવનારા નર્મન અંગ્રેજ રાજાને પિતાની ભૂમિ પરથી હાંકી કાઢનાર જોન ઑફ આર્ક નામની કાન્સની ભૂમિ પર પાકેલી એક ભરવાડની દીકરીનું નામ યુરોપ પર ઝળહળી ઉઠયું. ક્રાસની તારણહાર બનેલી આ ફ્રેન્ચ દીકરીને ઇંગ્લેન્ડને ગુલામ બનાવનાર નર્મન અંગ્રેજી રાજાએ જીવતી સળગાવી દીધી. ઈંગ્લેન્ડને ગુલામીમાં રાખનાર તેના ઉપરની નેમેડીની હકૂમત હતી આ હકૂમતના હાથ નીચે, ઈંગ્લેન્ડને અનેક ટુકડાઓમાં વહેંચીને પડેલી ઇંગ્લે ન્ડની જ ઠાકરશાહી હતી. આ ઠકરાતના કાંઠા પર અંગ્રેજી ગુલામી, દેશ પર અનેક જૂલ્મો ચલાવતી હતી. પછી ઈ. સ. ૧૫ મા સૈકામાં હેનરી સાતમા નામના રાજાએ દેશની આઝાદીને ટકાવી રાખવા માટે આ ઠકરાતોને ખતમ કરી નાખવાનું પગલું લીધું અને “ર્સ ઓફ ધી રેઝીઝ”ને નામે પ્રખ્યાત બનેલી લડાઈઓ કરીને ઠકરાતશાહીને તેણે ખતમ કરી. ત્યાર પછી ઠાકોના છૂટા છવાયા બળવાઓને કચડી નાખવા માટે તેણે “સ્ટાર ચેમ્બર ” નામની એક અદાલતની રચના કરી. આ અદાલત મારફત પણ એણે ઠકરાતશાહીને કચડી નાખી. ઉથાનયુગની દરિયાઈ રાણું ત્યાર પછી ઈ. સ. ૧૫૦૯ માં સાતમા હેનરીની ગાદી પર તેને દીકરે ૮ હેનરી આવ્યા. સાતમા હેનરીએ ઇંગ્લેન્ડના ટૂકડા કરી નાખનાર ઠક
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy