SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ વિAવ ઈતિહાસની રૂપરેખા આદિ માનવીનું સંસ્કારરૂપ સ્વરક્ષણનાં સાધનેવાળું હતું, આ આદિ માનવીનું સંસ્કારરૂપ શિકારીનું હતું. શિકારની ક્રિયા એના જીવનને હયાત રાખવાની જરૂરી ક્રિયા હતી. આ ક્રિયા કરતાં મરેલા પ્રાણુંએના શિંગડા લાવીને તેમાંથી પિતાના ભાલાની અણુ બનાવીને એ સ્વરક્ષણ માટેની સંસ્કારની ક્રિયાનું સાધન બનાવવાનું શરૂ કરતું હતું. આ મરેલા પ્રાણી ઓના ચામડાં પહેરીને ટાઢથી બચવાને વાસ્તે એવી જ બીજી ક્રિયા એ કરતું હતું. અણુદાર હાડકાંની એણે સંય પણ બનાવવા માંડી હતી. પ્રાણીઓને તેમની ગુફાઓમાંથી ભગાડી મૂકીને તેમાં એણે પોતાનું ઘર બનાવવા માંડયું હતું. તથા એ ઘરના દરવાજા પર પથ્થર ગોઠવીને એણે બારણું બનાવવા માંડયું. લાખો વર્ષથી કોઇપણ પ્રાણુએ જે કર્યું ન હતું તે એણે કરવા માંડયું. એણે કરવા માંડેલું આ કાર્ય હાથપગ ચલાવવા સાથે જ માથાને પણ ચલાવવાનું નૂતન કાર્ય તથા જેને કાર્ય કહી શકાય તેવી નૂતન ક્રિયા હતી. આદિ માનવીના આરંભની નામાવલિ. આ નવા પ્રાણીનું જનેતાએ જન્મથી પાડેલું નામ તે જન હતું. માનવીએ જનરૂપ ધારણ કર્યું, તે પહેલાંના એના ઉરાંગઉટાંગરૂપને ઓળખવા માટે ઈતિહાસકારોએ તેનું નામ “પીવેકેન્થોપસ” અને “સીનેલ્થોપસ પાડ્યું હતું. પછી, આ માનવીનું રૂપ ગુફા ઘરમાં રહેવાની તાકાતવાળું બન્યું ત્યારે ઈતિહાસકારોએ તેનું પાડેલું નામ આપણા રાષ્ટ્રબાંધવે ચીન દેશના પાટનગરના નામ ઉપરથી “પૈકીંગ માનવ” એવું પાડયું હતું. ઈ. સ. ૧૯૨૧ માં ચીનના પાટનગર પેકીંગથી ૩૫ માઈલ પર ચૂનાના પથ્થરની એક ટેકરીની એક મોટી કરાડમાંથી પ્રાચીન સમયના પ્રાણીઓનાં કેટલાંક હાડકાં મળી આવ્યાં હતાં. ત્યારે સ્વીડનના એક “એન્ડરસન ' નામના ભૂસ્તરશાસ્ત્રીએ આ હાડકાંના અવશેષ તપાસવાનું ખોદકામ ત્યાં શરૂ કર્યું. આ ખેદકામ જેમ આગળ ચાલ્યું તેમ તેને જમીન નીચેથી પથરાનાં ઓજાર જડવા માંડ્યાં. એની સાથેના ડૉ. ડૉસ્કા નામના વૈજ્ઞાનિકે ત્યારે આનંદથી કહ્યું કે આ ભૂમિમાંથી આપણને માનવ જાતના અતિ પુરાણું પૂર્વજનાં હાડકાં જરુર હાથ આવશે. આ ભૂસ્તરશાસ્ત્રીઓને જે જડવું તેના અભ્યાસ પરથી તેમણે નક્કી કર્યું કે આપણું ખેદકામ જ્યાં સુધી પહોંચ્યું છે ત્યાં સુધીમાં આપણને પૃથ્વી પરના પાંચ લાખ વર્ષ પહેલાંને સમય હાથ લાગે છે. આ સમયમાં પૃથ્વીના બીજા ભાગ પર જ્યારે હિમયુગ શરૂ થયો હતો તે સમયમાં ચીન પર મૂકે સમય હતે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy