SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યયુગને અંત અને ઉત્થાનનો આરંભ ૩૩૧ નીકળેલા રોગચાળા કરતાં આ મરકીના રોગચાળાનું સ્વરૂપ અહિં વિશાળ હતું. મધ્ય એશિયા અને દક્ષિણ રશિયામાં થઈને કિમિયાના પ્રદેશમાંથી એક જહાજમાં બેસીને જવા બંદરે ઉતરીને મરકીનું આ રૂપ પશ્ચિમમાં દાખલ થયું. પછી આર્મેનિયામાં થઈને એશિયા માઈનોરમાં અને ઈજીપ્ત અને ઉત્તર આફ્રિકામાં પણ એ જઈ પહોંચ્યું હતું. ઈ. સ. ૧૩૪૮ માં આ મરકી ઇંગ્લેંડમાં આવી. ઓકસફર્ડની અંદર ભણતા વિદ્યાથીઓને આ લેગ ભરખી ગયા અને ઇંગ્લેન્ડની કુલ વસ્તીને ચોથા ભાગથી મોટો સમુદાય આ મરકીમાં મરણ પામ્યો. આખા યુરેપ પરથી રાા કરેડ માણસોને ભરખી જઈને મતનું આ સ્વરૂપ પૂર્વ ચીનમાં પેઠું અને ત્યાં તેણે એક કરોડ ત્રીસ લાખ માણસને મારી નાખ્યાં. મરકીનું આ સ્વરૂપ મધ્યયુગી માનવના અજ્ઞાનનું સ્વરૂપ પણ હતું. શરીરના વિજ્ઞાન વિષે કશું જ નહિ સમજનારા અબૂધ જગત પર મરકીના આ જંતુ ઓએ કતલ ચલાવી હતી, યુરોપના શહેરમાં અને ગામડાઓમાં તેણે હાહાકાર વર્તાવી મૂક્યો, અને યુરોપની વસ્તીનાં પ્રમાણોને ઉથલાવી નાખ્યાં. સામાજિક વિજ્ઞાનના અજ્ઞાનને ઉથાનયુગનો પડકાર. અંત પામતા મધ્યયુગમાં સામાજિક વિજ્ઞાનનું અજ્ઞાન પણ શરીર વિજ્ઞાનના અજ્ઞાનની જેમ ખૂબ ગાઢું હતું. મધ્યયુગના અંતમાં યુરોપનું સામાજિક શરીર અને તેની રચનાના થર બદલાવા માંડ્યા હતા. પોતે એક આદમ અને ઈવનાં ફરજ દે છે એમ માનતા યુરેપના માનવસમુદાયમાં ફેરફાર લાવનારા આર્થિક અને સામાજિક પરિબળો ક્યારનાય જન્મી ચૂક્યાં હતાં. જૂના સમયનું “મેનોર” નામનું આર્થિક ઘટક અને “ ગીડ” નામનું આર્થિક ઘટક હવે રૂપાંતર પામવા માંડ્યાં હતાં. કોલંબસને એટલાંટીક મહાસાગર ઓળંગવાને તથા વાસ્ક-ડા-ગામાને કેપની પ્રદક્ષિણા કરવાને માટે હજુ સો વર્ષની વાર હતી ત્યારે યુરોપનું આર્થિક પરિબળ ભૂમધ્યના મથક પરથી પશ્ચિમ યુરોપના પ્રદેશ પર જઈ પહોંચ્યું હતું. દક્ષિણ જર્મનીનાં નવાં નગર, નવા વાણિજ્યના રસ્તા પર વેપારી મથક બનવા માંડ્યાં હતાં તથા ફલેન્ડર્સ પ્રદેશ ઉદ્યોગની અગત્યતા ધારણ કરતે હતે. ધીકતા જતા વાણિયે આ પ્રદેશની આર્થિક જીંદગીમાંથી મધ્યયુગી વેપારનાં બંધનોને તેડવા માંડ્યાં હતાં. વેનિસ નગરમાંથી વાણિજયનું અર્થતંત્ર શીખેલી વેપારી મૂડીદારોની જમાત હવે આગળ વધતી જતી હતી. તથા પૂર્વ દેશે સાથે વેપારનો ઈજારે રાખીને બેઠેલા વેનિસ નગર સાથે હરિફાઈમાં ઉતરી ચૂકી હતી. તેરમા સૈકાના અંતમાં માર્કેપેલેએ કરેલી ચીનની સફરના હવે નવા નકશાઓ દેરાવા માંડ્યા હતા તથા સોનાના ઢગલાઓથી ઉભરાતા પૂર્વના પ્રદેશમાં પહોંચી જવા યુરોપના વાણિજ્યને નૂતન પ્રાણ અણખેડાયેલા સમુદ્રમાં ઉતરી પડવા પણ અધિર બની ગયો હતે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy