SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યયુગના અંત અને ઉત્થાનના આરંભ ૩૨૯ પછી આક્રમણ આવી પહાચ્યું. મે ના છઠ્ઠા દિવસે ચાર્લ્સનાં લશ્કરા રામની દિવાલ પર અથડાયાં. રેશમનગર પડયું. રેશમના રસ્તાઓ પર, નર, નારી અને બાળક બાળકીએ. કતલ થઈ થઇ તે ઢળી પડયાં. સાન્તા સ્પીરીટાનું દવાખાનું અને અનાથ આશ્રમ પણ લુટાયાં. કતલ કરવાની ઘાતકતાએ દરદીએ અને અનાથેાની કાપણી પણ કરી નાખી. સેન્ટપિટરનું મહાદેવળ નિરાશ્રિતોથી ઉભરાઈ ગયું. સેન્સપિયર કાઇની રક્ષા કરી શકયા નહીં. આ મહાદેવળનાં બધાં ભંડારીયાં મડદાંના ઢગથી ઉભરાઇ ગયાં. રાફેલ, અને લીએનાૉંએ ચીતરેલી સૌંદયની પ્રતિમાએની સાથે વિજેતાઓના અશ્વો બંધાયા. રામનગરનું એકેએક ધર લુંટાયું અને પછી સળગવા લાગ્યું. રામનાં શ્રીમાએ જીવ બચાવવાની ઢગલાબંધ કિંમત ચૂકવવા માંડી. એકેએક મહાલયે, નગરનું લિલામ કરીને કલેવરનું ખાળીયું બચાવવાના માં માગ્યા દામ ચૂકવ્યા. માબાપોએ મરતા પહેલાં જુવાન દીકરીઓ પરના અત્યાચાર દીઠા. આ મહાસંહાર કરનારાએ કાઇ રાનવેરાનના જંગલીએ નહાતા પણ પેપને અને ધર્માચાર્યોને ચાર અને ડાકુએ તરીકે પિછાણી ચૂકેલા અને પેટને ખાડા પૂરવા, યુરોપના મહાન કૅથેાલીક મહારાજા ચા` પાંચમાનું લશ્કર બનેલા ઈસાઈ ધર્મવાળાએજ હતા. ધર્મના ઇતિહાસમાં ધાર્મિ કાનુ` ધર્મની ઘટના પરનું આવું આક્રમણુ આ પહેલું જ હતુ. રામનગરની ધર્મની શહેનશાહતે આખા યુરોપના ધનનાં ધાર્મિ ક નજરાણાં અને ધર્મના લાગાઓના રૂપમાં યુરોપનાં અદનાં માનવાની લૂંટ અહીં એકઠી કરી હતી. સુવર્ણનાં સિંહાસન રચીને જિસસની કારકીર્દીનુ લિલામ કરીને ધર્મની શહેનશાહતે અહીં રાજદંડ ધારણ કર્યાં હતા અને અજ્ઞાનની આરાધનામાં અનેક સુધારકાને જીવતાં સળગાવવા માંડયાં હતાં. અધ બનેલા લેાક પ્રકાપ ચાર્લ્સનાં લશ્કા બનીને જે કઇ લઈ શકાય તે લુટવા માંડયા હતા. પાપના વિશાળ મહાલયમાં જ લૂંટ અને સહારની પાશવતાએ ધમ દરબાર ભર્યાં. એક સૈનિકે પાપના પાશાક પહેરી લીધે અને ખીજાઓએ પાદરીએના વેશ લપેટીને પછી પાપના પગ પર ચુંબન કરવા માંડયાં, આપમેળે આ યથેચ્છ સહારમાં મારટીન લુથરના નામની રહાક બની. આ સ્વચંદ વિહારે, પકડાએલા બિશપેાને રામના રસ્તાઓ પર પશુઓની જેમ હાંકયા. માતથી બચવા મરણીયા અનેલાંએએ ટાઇબરનદીમાં પડીને આપધાત કર્યાં. ઈતિહાસની વિશ્વ સરિતા પર રેમન શો તરવા લાગ્યાં. ૪૨
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy