SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યયુગને અંત અને ઉત્થાનને આરંભ ૩૨૭ તશાહામાં સૌથી મોટી સામંતશાહી હતી. આરબો અને તે સામેની ઝેડ પિપની આ શહેનશાહતને જીવવાની તાકાત આપી શકી નહીં. ઉલ્ટાને ઉલ્યાનયુગ આ કડે પછી વધારે વેગવાન બન્યો. યુરેપના પ્રદેશોએ પોતાનાં રાષ્ટ્રીય એકમવાળાં રાજાશાહીનાં સ્વરૂપ થવા માંડ્યાં તથા ધર્મની સામંતશાહીને પણ ખતમ કરવા માંડી. ઈ. સ. ના પંદરમા સૈકાના અંતમાં જરમનીને મહારાજા મેકસીમીલીયન મરણ પામે ત્યારે આખું યુરોપ ઉપર તળે થઈ રહ્યું હતું. ત્યારે પેઇન અને ફાન્સ વચ્ચે ઈટાલીનાં નગર રાજ્યને કણ ખાઈ જઈ શકે તે સવાલ પર લડાઈ ચાલતી હતી. ત્યારે જ વારસાહક પ્રમાણે મેકસીમીલયનને જ પૌત્ર સ્પેઈનની ગાદી પર આવી ચૂક્યો હતો. ત્યારે યુરોપને ચક્રવર્તિ કેણ બને તે સવાલ યુરોપના રાજકારણમાં ઉકળતે હતે. જરમનીની ઠકરાતે મેકસીમીલીયનના મરણને લીધે જરમનીની ખાલી પડેલી ગાદી પર કોને બેસાડવા તે નકકી કરવા ફ્રેકફર્ટ મૂકામે એકઠી થઈ. કાન્સને રાજા ફ્રાન્સીસ પહેલાએ જરમનીના મહારાજા બનવાની ઈ તેજારી બતાવી. પણ સેકસનીના કેર ક્રેડરીકને માથે જરમનીને મુગુટ પહેરાવવાનું ફ્રેકફોર્ટના સંમેલને નકકી કર્યું. પણ આવા તોફાની સમયમાં કાંટાળો તાજ પહેરવાને ફેડરીકે ઇન્કાર કર્યો એટલે જમીનીના ઠાકરેએ સ્પેઈનના રાજા બની ચૂકેલા, મેકસીમીલયનના પૌત્ર ચાર્લ્સ પાંચમાને જરમનીને રાજદંડ સં. ઈ. સ. ૧૫૧૯ ના જુનના ૨૮ મા દિવસે પેઈનના રાજા ચાર્લ્સ પાંચમાની જરમનીના મહારાજા તરીકે પણ તાજપષી થઈ ગઈ. પેઈન એન્ટ્રીયા, નેપલ્સ અને સીસીલીનાં રાજ્યને ધણિ બની ચૂકેલે ચાર્લ્સ ૫ મે જરમનીને પણ મહારરજા બન્ય. ઈટાલી, ફ્રાન્સ અને ઈંગ્લેંડ શિવાયના યુરોપને મોટે ભાગ આ મહારાજની હકૂમત નીચે આવી પડે. ચાર્લ્સ આવા મહારાજાને શહેનશાહ બનીને જરમનીમાં જઈને જરમનીને તાજ પહેરવા નીકળ્યો ત્યારે રસ્તામાં એને સમાચાર મળ્યા કે મેકસીકે નામના નવા શોધી કઢાયેલા પ્રદેશને પણ પોતે શહેનશાહ બન્યો હતો. ઉસ્થાનયુગનાં યુરેપી રાજ્યનાં રાષ્ટ્ર એક સામંતશાહીના અનેક ટુકડાઓ યુરોપની ગતિને રૂંધતા હતા. ધર્મ શહેનશાહતની રોમન ગાદી પણ પ્રગતિને રૂધનારી એક ધર્મધ અને અજ્ઞાનને પિષનારી, પ્રગતિ વિરોધી, સામંતશાહી જેવી ઘટના જ હતી, '
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy