SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસનું વિશ્વ-૨૫ સંપૂર્ણ વૈજ્ઞાનિક સ્વરૂપ, ઈ. સ. ૧૮૫૮ માં ડારવીને પિતાનું યુગવત પુસ્તક લખીને પ્રગટ કર્યું. વિકાસક્રમની બાબતોએ જગતને પહેલીવાર લાખ વરસ પર પથરાયેલ જીવન વિકાસને ઈતિહાસ સમજાવ્યો અને જાહેર કર્યું કે આ ઇતિહાસમાં મનુષ્ય નામનું પ્રાણ પૃથ્વી પર સૌથી મોટું એટલે થોડાંક લાખ વરસો પર જ અવતાર પામ્યું છે. આપણી પૃથ્વીનું શરીર જેના ઉપર જીવનની આવી અદ્દભૂત અને અનંત લીલા ચાલે છે તે આપણી પૃથ્વીનું શરીર કેવું છે તેને જવાબ પણ આપણી પૃથ્વીનાં વૈજ્ઞાનિકે એ (જી. એ. ફીસીસ્ટ) દીધો છે. આ જવાબ પ્રમાણે પૃથ્વીનું શરીર, મૂખ્ય ત્રણ એવાં “કોનસેન્ટ્રીક સ્ટીઅર” નું બંધાયેલું છે. આ પૃથ્વીમાતાની કાયાનું વજન, ૬૬૦૦ મીલીયન, મીલીયન, મીલીયન, ટન છે. આ કલેવરને મધ્યકેન્દ્રી વિભાગ, પ્રવાહી લેહનો એક મોટો દડે છે, તથા તેને વ્યાસ ચાર હજાર માઈલન છે. આ મધ્ય કેન્દ્રની આસપાસ બંધાયેલું પૃથ્વીમાતાના દેહનું કોચલું બે હજાર માઈલ જાડું છે. આ કેચલા પર પૃથ્વીમાતાની પાતળી એવી ચામડી છે. આ ચામડી દશથી વીસ માઈલ જેટલી જાડી છે. આ ચામડી પર, જેની અંદર માનવજાતના, માનવ સમુદાયોની સંસ્કૃતિના ઈતિહાસ આલેખાયા છે, તેવા ખંડે અને મહાસાગરે તથા પર્વત અને રણે પથરાયાં છે. અથવા વિશ્વ ઈતિહાસ જ્યાં ભજવાય છે તેની રંગભૂમિ આવી છે. રંગભૂમિનાં નીચે ઉતરતાં ભિતર વધારે ને વધારે વજનદાર ભૂસ્તરેનાં બનેલાં છે, તથા અતિઉષ્ણ છે. આવી પૃથ્વી આપણું ઘર છે. આકાશની કલ્પના મહાસાગર જેવી કરે તે એ આકાશરૂપી મહાસાગરમાં, આવાં પૃથ્વી જેવાં ઘરે અને સળગતા સુરજે ફરતાં ફરે છે. એવા લાખ કરેડે ગળામાના બે ગેળા, એક પૃથ્વી છે અને બીજો સૂરજ છે. પૃથ્વી સળગીને હોલવાઈ ગઈ છે અને સુરજ તે હજુય સળગે છે. એ પૃથ્વી આકાશમાં એના જેવાં અગણિતના સાથમાં એક નાનકડા રજકણ જેવડી જ છે. એની સાથે સૂરજની આસપાસ આંટા મારતાં એનાં સાથીદારે પણ એનાં જેવાં રજકણે જેવડાં જ લાગે છે અને ભડકે બળતે સૂરજ પણ જરાક મોટું રજકણુ કહેવાય. એવો એ સૂરજ આપણી પૃથ્વીને અજવાળું આપે છે, અને આપણને ઠરી જતાં અટકાવી રાખીને જીવાડે છે. પૃથ્વીના પણ ભાગ પર પાણી ફેલાવતા મહાસાગરનાં નામ પાઠવવામાં આવ્યાં છે. એક પાસીફિક મહાસાગર છે અને તે પૃથ્વીના ૬,૪૦,૦૦,૦૦૦ ચેરસ માઇલ પર પથરાય છે. બીજો એટલાંટિક મહાસાગર છે જે ૩૧૫૦૦,૦૦૦
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy