SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસના મધ્યયુગમાંની જીવનધટના ૩૧૫ સામેની ઝેડ નામની લડાઈઓ લડવા માટે જ્યારે યુરોપના દરેક દેશમાંથી સામતે અને સેનિકની ભરતી આવવાની શરૂઆત થઈ ત્યારે આ લશ્કરને દાણું પાણી દઈ શકે તેવાં નગરે હજુ પણ એકલા ઈટાલી દેશમાં જ હતાં. ઝેડની લડાઈ પૂરી થયા પછી ધીકતે વેપાર કરીને ઈટાલીનાં આ નગર આબાદ બની ગયાં હતાં. સાગરના કિનારા પર બંધાયેલું વેનિસનગર મીઠાના ઢગલા પકવતું થઈ ગયું હતું તથા મીઠાના વેપારનું મોટું ઈજારદાર બન્યું. આ નગરે જહાજે બાંધવાનું શરૂ કરી દીધું હતું. આ જહાજોએ ઝેડના સૈનિકોને પવિત્ર ભૂમિમાં યુદ્ધ કરવા માટે ઉતારવાનાં ભાડાં તરીકે નાણાંના ઢગલા મેળવી લીધા પછી વેનિસનગરની વસ્તી બે લાખ જેટલી થઈ ગઈ હતી. લેનું નગર ગણાતું ફરેન્સ નગર પણ ઉત્તર યુરોપથી રોમનગરના રસ્તા પરનું ઈટાલીનું મોટું વેપારી મથક બની ગયું. વેનિસનગરના જેવું જ મહાનગર જીનેવાનું નગર પણ બન્યું તથા કાળા સમુદ્ર પર અનાજના વેપારનું એ નર, મેટું ઇજારદાર બન્યું. આ બધાં નગરે આખા યુરોપનાં વેપારી મથકો અને વેપારી આગેવાનો બની ચૂક્યાં. વેપારીનગરનું નૂતનશાસન સ્વરૂપ યુરોપના ઈટાલી નામના દેશમાં જ આ નગરમાં વેપારી સમાજનું નૂતનશાસન સ્વરૂપ દેખાયું. ફર્લોરેન્સ અને વેનિસમાં પોપની શહેનશાહતને પડકાર દેવા. આ નગરના વેપારી મહાજનોએ નગરનું શાસન પિતાના હાથમાં લઈ લીધું. આ નગરનું નગરશાસન વેપારીઓએ કારીગરેએ પિતાનાં મંડળે બાંધીને ચલાવવા માંડયું. આ નગરમાં આ મંડળોના રાજકીય પક્ષો પહેલીવાર અસ્તિત્વમાં આવ્યા. આ રાજકીય પક્ષની ચૂંટાયેલી કમીટીઓની ચૂંટણીનાં ધીંગાણા કરી કરીને શાસન કરતી સમિતિઓ બની. વેનિસે પિતાનું નતનનગરનું વેપારી સ્વરાજ્ય બનાવીને પૂર્વની દુનિયા સાથે અને યુરોપના બીજા દેશ સાથે વેપાર શરૂ કર્યો. વેનિસમાંથી બેનરઘાટ પર થઈને મધ્યમયુગને વેપાર વહેવા માંડ્યો. યુરેપના ખૂણેખૂણું પર વેપારી સમાજની આગેવાની નીચે નૂતન હિલચાલમાંથી વહેતાં પ્રકાશનાં કિરણે અંધકારમય યુરોપના જૂના પૂરાણુ ઘરમાંથી ચામાચીડિયાં અને કોળીયાનાં જાળાંઓને દૂર થઈ જવાની આગાહી આપવા લાગ્યાં. વેપારીસમાજની આગેવાની નીચે આરંભાતું જવાબદાર રાજતંત્ર. યુરોપની જે ભૂમિપર પૂર્વના દેશો જેવી કેઈપણ પ્રાચીન સંસ્કૃતિ ઉગી જ નહતી તેવી સંસ્કૃતિની આ પડતર ભૂમિ પર સંસ્કારની નવી દુનિયા રચનાર
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy