SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસના મધ્યયુગમાંની જીવનઘટના આ બધાયની સામે સમયની આગેકૂચને શકી રાખનારા અંધકારના આવાસ જેવા રજવાડી કિલ્લાઓ અને ધના મા હતા. આ બધાયનાં કમાડ મેટા પથરાએથી વાસી દેવામાં આવ્યાં હતાં. સામન્તા અને વડા પાદરીએ અધકારના ચોકીદાર બનીને માણસાનાં શરીરા અને આત્માઓ પર પહેરા ભરતા હતા. આ બધાની ચાકીએની દિવાલાની અંદર રક્ષાયેલા અગુલામ માનવ સમુદાય યાતના જેવુ જીવન જીવતા હતા. યાતનાનાં આ ઝુંપડાંઓમાં જેની આસપાસ દિવાલા નહેાય તેવા સ્વગનાં તેમને સ્વપ્ના આવતાં હતાં અને ગૂઢ એવી પૂર્વની ભૂમિ પરથી અલંકારે, સુંદર મઝાનાં ધારા, સુખનાં સાધના અને હરવા ફરવાની સગવડાની ભૂખી ઇચ્છાએ તેમને ઊંધમાંથી ઉઠાડતી હતી. અંધકારમય મધ્યયુગમાં વ્યાપારી નારિકત્વના ઉદ્દય ૩૧૩ }, સામતાની કિલ્લેબધીઓમાં જકડાયેલા યુરોપની ધરતીપરના માનવસમુદાય કેવળ અંધકારમય જગતમાં જીવતા હતા. આ માનવસમુદાયનું સધનામ ‘સ’ હતુ. આ સ શબ્દનું લેટીન મૂળ “ સર્વસ ” અથવા દાસ હતુ. જમીનપરનાં આ દાસા અથવા અધગુલામા, જમીનપર જકાડઈ ગયેલાં હતાં. એક સામતની જમીનપરથી બીજા સામતની જમીનપર તેમને વેચવાના કે તેમના બદલા કરવાના અધિકાર સામતાને જ હતા. સામત આ અગુલામ માનવ સમુદાયના માલીક હતો. આ સામત સામે ફરિયાદ કરવાની કાઈપણ અદાલત મધ્યયુગની ધરતીપર હજી જન્મી નહાતી. આ સામતની પરવાનગી પ્રમાણે જ સ અથવા હાળી કિસાનેા હરી ફ્રી શકતાં કે મુસાફરી કરી શકતાં. આ સમુદાયનું જીવતર જન્મતાંની સાથે જ સામતની ચ્છિા પ્રમાણે નક્કી થતુ. આ માનવાનાં લગ્ન પણ સામંતની ઇચ્છા પ્રમાણે થતાં અને પછીને તેમને આખા સંસાર સામતની સેવા માટે જ જીવવા લાયક ગણાતા. એવું અંધકારમય મધ્યયુગનું જીવતર હતું. Ο પણ નિબિડ એવા અંધકારમાં પણ થાડા જ સાકાઓમાં પ્રકાશના સંચારવ દેખાયા. આ પ્રકાશનુ રૂપ જીવનની હિલચાલની ગરમીમાંથીજ પેદા થતું. ૧૨ મા અને ૧૩ મા સૌકામાં જીવનના સંચારમાંથીજ મેળાઓ ભરાવા માંડયા હતા. મેળાઓમાં વસ્તુઓની આપલે કરનારાં બજાર જામતાં હતાં. આ ખજાશ ઘણીવાર સ્થાયી બની જતાં હતાં તથા યુરેાપની ધરતી. પર કસ્બાએ, એટલે, “ ટાઉન ”નાં સ્વરૂપ ધરીને નગર તરીકે જન્મવા માંડયાં હતાં. આ કસ્બાઓમાં હાલી કિસાને પણ હવે પોતાની મજુરીની પેદાશ વેચવા જઈ શકતાં હતાં. હવે સિક્કાઓ ચલણા નાણા તરીકે ચાલતા હતા, તથા કર્ ૪૦
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy