SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૦ મન જગતને ઉપસંહાર અને યુરેપને જન્મ પિતાના પ્રમુખપદ નીચે શોભાવવા માંડી. કાઉનસીલેમાં એના પ્રમુખપદે જે ઠરાવ થાય તેને અમલ કરાવવાનું કામ પોતે પિતાના રાજદંડના અધિકાર મારફત માથે લીધું. - નૂતન જન્મેલા ઈસાઈ ધર્મને શિસ્ત અને વ્યવસ્થાથી એ પણ ખુશ થયો. એણે વિનમ્ર બનેલા ખ્રિસ્તી ચારિત્ર્યને પિતાની શાસન વ્યવસ્થામાં કામ આવી જાય તેવું દીઠું. આટઆટલા જુલ્મને સહન કર્યા પછી પણ તેમને સરકાર સામે કદિ પણ બળ નહીં કરવાની ઈસાઈ નીતિમાં એણે ભગવાનના રાજ્યને બીલકુલ સ્વર્ગમાં મોકલી દેવાયેલું દેખીને એ નીતિને એણે અપનાવી. પડોશીપર પ્રેમ કરવાના અનુરાગ સામે રોમન જીવતરમાં ઓતપ્રોત બને અત્યાચાર પણ પોતાના હકુમતી યંત્ર મારફત કાઢી શકાશે એમ એને લાગ્યું. આજ સુધી મન શહેનશાહ પાસે જે નહોતું અને પૂર્વના દેશના શહેનશાહ પાસે જે હતું તે ધર્મનું કમઠાણ એને મળ્યું. પૂર્વના શહેનશાહે કરતાં અધિક ઉચ્ચતર એવું આ ધર્મનું કમઠાણ નૂતનશિસ્તવાળા પાદરીઓવાળું તથા ઉચ્ચતર એવા સહકારી અને માનવ ધર્મવાળું હતું. બરાબર આ સમયથી પ્રાચીનયુગે રૂપાંતર લીધું. પ્રાચીન યુગ હવે મધ્યયુગ બન્યો પૂર્વના શહેનશાહની સાથેની એક હરોળમાં પશ્ચિમની શહેનશાહતનું રામનરૂપ બેસફરસના નવા મથક૫ર રાજદંડ ગોઠવીને આવી ગયું. પ્રાચીન મૂપુિજાઓનું ખંડન કરતે હેય તે બધી મૂર્તિઓને આ એક મૂર્તિમાન શહેનશાહ મૂર્તિપુજક અને ઈસાઈ ધર્મના ક્રિયાકાંડને આગેવાન બનીને બેઠો. આખા જગતપર પૂર્વ અને પશ્ચિમપર હવે એક યુગ બેસી ગયે. આ યુગનું નામ મધ્યયુગ. આ યુગને યુરોપખંડજ્યારે રેમન સામ્રાજ્યને પશ્ચિમ વિભાગ હતો ત્યારથી જ તેણે ધારણ કરવા માંડયા હતા, તથા કોરી સ્લેટ જેવા પિતાના કલેવર પર ઈ. સ. ના પાંચમા સૈકાના અંત સમયથી જ પિતાના જન્મની સાથેજ તેને ધારણ કરવા માંડે હતું. ત્યારના જન્મ પામતા યુરોપને એક દેશ પ્રાચીન ઈટાલી હતી. રોમન સામ્રાજ્યમાં, ઈટાલીયને, ગ્રીકે, ગેલ્સ, ઈબેરીયને (સ્પે. નીઆડે) બ્રિટને અને જરમને વિગેરે જાતે વસતી હતી. ઈ. સ. ૨૦૧૨માં આ બધી પ્રજાઓને નાગરિક તરીકેના હક્ક આપવામાં આવ્યા હતા, તથા તેમના પર રેમન શહેનશાહતની હકુમત હતી. પણ હવે રેમન શહેનશાહતનું આ વિભાગનું પતન શરૂ થઈ ગયું હતું. રેમમાંની સીનેટ નામની રાજસભા વિખેરાઈ ગઈ હતી. રોમન શહેનશાહતને સર્વ સત્તાવાળો બાદશાહ પૂર્વમાં ચાલ્ય ૩૮
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy