SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ યુરીપાય ઉત્થાનના જનક, ઈસ્લામ દ ખેાદાઇ ગઇ, સંસ્કાર શમી ગયા અને માનવસંહારના હેવાના સ્મશાન ભૂમિ પર દાંડયા કર્યાં. ખુલાનના ગાડફ્રે જ્યારે જેરૂસાલેમની દીવાલ પર નાગી તરવારે ઊભે ત્યારે માનવવિકાસના ઇતિહાસ આધાત પામી ગયા. ઇસુએ એક લાખ નરનારીઓની મેાતની એકસામટી વેદના ઇસાઈ કહેવાતા હેવાનાને હાથે અનુભવી. જેસાલેમના ઈસાઈ યાત્રાધામ પર ખ્રિસ્તિ સૈનિકાને હાથે આરખાનાં લોહીની નીકા વહ્યા કરી. આરબ નારીઓના ઢગલા અત્યાચાર નીચે ચૂંથાઈ ગયા. આરબ બાળાના માથાં પથરા પર પછાડી નાખવામાં આવ્યાં. અધ કારના ખ્રિસ્તિ ધર્મના યુદ્ઘના વિજેતાએએ દૂધ પીતાં બાળકાના દડા બનાવીને તેમને હવામાં ઉછાળ્યા અને રમતમાં માતાનાં પેટ ચીર્યાં. આરબ મુસ્લિમે અને યાહુદીઓ પર ઇસાઇ આતંક, સંહાર બનીને ધાતકતાની હદ વટાવી ગયા. લાખા શખ, જેરૂસાલેમની ધરતી પર સળગ્યાં કર્યો. .. "" પણ અંધકારમાં ધાર વેરાનમાં અરણ્યરૂદન જેવા એક અવાજ એવીસેના તરીકે યુરોપમાં એળખાતા, ઇબ્ન–સીનાના વૈજ્કીય ગ્રન્થ, કેનન એક્ મેડીસીન ” માંથી ઉઠતા સંભળાતા હતા. ત્યારે પંદરમા સૈકાના યુરોપમાં જે પહેલું છાપખાનું શરૂ થયું તેમાં એવીસેનાનાં પુસ્તકામાંથી પહેલું પુસ્તક “ક્રેનન એફ મેડીસીન” નામનું છપાતું હતું. આમરખયામ, સસ્કારયુગનું કવન પ્રાચીન પૂર્વે દેશના ડહાપણના નિચેાડ જ્યાં એકઠા થવા માંડયા હતા ત્યાંના, કેશ, ઍલેકઝાંડ્રિયા, ટ્રુસ, નિશાપુર સાલેમ, બાલએક, એલેપે, ડામાસકસ, મેાસુલ, એમેસીયા, અને બગદાદ નામનાં નગરા ઇ. સ. ૧૦૦૦ ની ઈસાઈ સાલ મુબારકમાં પોત પોતાના વિદ્યાધામાથી એપી ઉઠયાં હતાં. આ વિદ્યાધામેામાં સે’કડા વિદ્યાથીએ માટે ઉત્તમ ખારાક, પુસ્તકાલયા તથા સ્નાનાગારા, દવાખાનાં વિગેરેની સગવડા મફત હતી. આ વિદ્યાધામાના અધ્યાપકામાં શેખા નામની એક વિદુષી અધ્યાપિકા પણ પુરૂષ સમેાવડા જ્ઞાનની ધારણ કરવાવાળી હતી. આ બધા પર ઇસ્લામના સંસ્કાર ઝંડા ઉષાકાળનું એધાણુ આપતો હતો. આ સંસ્કાર કાળના ઈસ્લામી સ્પેઇનના નાનકડા પ્રદેશ પર જ સિત્તેર મોટાં ગ્રન્થાલયેા હતાં. આ સમયની જીવનકથામાં, ઇબ્ન–અલકીફતીએ ચારસા ચૌદ ચિતકા અને વૈજ્ઞાનિકાની જીવનકથાને ગ્રન્થ લખ્યા હતા, બ્નિ આખી–ઉસખીઆએ, ચારસો વૈદ્યની જીવનકથાઓ લખી હતી અને મહેમદ આવકીએ ત્રણસે। પરશીયન કવિએના એક · એનસાઇકલાપીડીયા ’ લખ્યા હતા.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy