SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ સુરાપીય ઉત્થાનના જનક, ઇસ્લામ ૧૮૭ ઇસ્લામે આરભેલા વિદ્યાના ભગીરથ વ્યવસાયમાં નૂતન વન પામીને જગતનાં અજોડ એવાં, એલેકઝાંડ્રીયા, બીરૂત, એન્ટીક, હારાન, નીસીબીસ, અને જીન્ડીસપુર જેવાં મથકેાની વિદ્યાપીઠોનાં વિદ્યાધામેામાં પ્રકાશી ઉઠી. ગ્રીસમાંથી અને ભારતમાંથી વિદ્યાના પ્રાચીન ભંડારાને પચવવા અને ફેલાવવા ઈસ્લામના યુગતરસ્યો સત્કાર કંઠ આતૂર બન્યા. બે લાખ સુવણુ સિક્કાઓ ખરચીને બગદાદે પોતાની પહેલી વિશ્વ-વિદ્યાલય બાંધી તથા તેનું નામ બાયતઅલ—હિકમ ” અથવા પ્રજ્ઞામંદિર પાડયું. આ વિદ્યાધામની શાખારૂપે એક મેટું ગ્રન્થાલય બંધાયું તથા અવલાકન મિનારા ચાયા. આ વિદ્યાધામમાં હારે। અનુવાદકા અને લહીયાએાની કામગીરી શરૂ થઈ. આવા વિદ્યા વ્યવસાય, ઈ. સ. ૭૫૦ થી ૯૦૦ સુધીમાં આખા ઇસ્લામ જગત પર વ્યાપી ગયા. ગ્રીક, સીરીક, પહલવી,અને સંસ્કૃત ભાષાનાં ડહાપણા વિદ્યાએ અને કલા, એરેબિક જબાનમાં ભાષાંતર પામ્યાં. આ ભાષાંતરકારોનાં લશ્કરએ જાણે અવિદ્યા સામેનું યુદ્ધ આરંભ્યું. આ ભાષાંતરકારામાં સર્વશ્રેષ્ઠ એવા હુમાયુન-ઈબ્ન, ઈસાકનું નામ વિદ્યાના વ્યવસાયના આગેવાન તરીકે અંકાયું. એણે ગેલનના ગ્રન્થને, એરિસ્ટોટલના, પ્રમાણુ શાસ્ત્રને, પ્લેટાના રિપબ્લીકને યુકલીડની ભૂમિતિને, ડિમેગ્નેટસના વિજ્ઞાનને, તથા ટાલેમીના ગ્રન્થાને અરબીમાં ઉતારી દીધા. ઇ. સ. ૮૭૩ માં એના મરણ પછી એના દિકરાએ આ શ્રમકાર્યને આગળ ધપાવ્યું. પછીથી આ વિદ્યાના વ્યવસાયના વેગ ધણા વધી પડયો. ગ્રીક વિદ્યાકલાના કાઇ પણ ગ્રન્થ એરેબિક જબાનમાં રૂપાંતર પામ્યા વિનાના રહ્યો નહી. અલ-મનસુરે હિંદના ખગોળ શાસ્ત્રને અરબીમાં કયારનુંય ઉતારી દીધું હતું. હિંદમાંથી શૂન્યથી શરૂ થત! ગણિતશાસ્ત્રના અભ્યાસ અહીં આવી પહેાંચ્યા હતા. ઇ. સ. ૮૧૩ માં અલ ખ્વારીઝમીએ હિંદી ખગેાળશાસ્ત્રને ફરીફાર આલેખવા માંડયું હતું. ઈ. સ ૯૬ માં મહમમ્દ ઇબ્ન અહમદે વિજ્ઞાાની ચાવી નામના ગ્રંથમાં ગણતરીને આંક નાના વર્તુળથી આરંભ્યા અને તેને ‘ સી* ' કહ્યો. આ સીક્રનું નામ પછીથી લેટીનમાં સાઇફર પડયું અને ઇટાલીયનાએ સાઇરના ઉદગાર એપીરમ અથવા · શ્રીરા ' કર્યાં. · એલજીબ્રા ' નામના શબ્દને જનક મહમદ ઇબન મુસા (૭૮૦–૮૫૦) હતા. આ મહાવિદ્વાને, ખગોળ, ગણિત અને ટ્રીગામેન્ટ્રીના વિકાસ કર્યો. એણે કલનગણિત તથા અક્ષરગતિનો વિકાસ કર્યો. એણે સાળ સૈકાઓ સુધી યરાપતી નિશાળને ભણવાનું ભાથું આપ્યું, તથા ખગાળશાસ્ત્રને પાયા નાખ્યું. ખગોળશાસ્ત્ર શરૂ કરેલા આકાશના નકશાની સાથે પૃથ્વીના નકશાને માટું મહત્ત્વ અપાયું. સુલેમાન–અલ–તા રે, ત્યારના જગતની ભૂંગાળ પટન " 2
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy