SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૭ થરપીય ઉત્થાનને જનક, ઈસ્લામ હોય છે. ઈસ્લામના ઉદય સાથે માનવ માનવ વચ્ચેની શાંતિના ધર્મજીવનને ધારણ કરીને અર્બસ્તાતનની ધરતીને જીવનને કાનૂન વિશ્વઈતિહાસમાં પહેલી વાર પ્રવેશ કરીને જેને વિશ્વ સંસ્કૃતિ કહી શકાય એવી ભવ્ય રચનાને પોતાની ભરવાડોની ધરતી પર આરંભ કરતે હતો, અને આ રચનાને તે સમયના સર્વ દેશોમાં સંસ્કારનાં આ ' સુધીનાં મૂલ્યોમાંથી ઘડતો હતો, અને ઈસ્લામીક સંસ્કૃતિ નામની તે સમયની વિશ્વસંસ્કૃતિને જન્મ આપતે હતો, એના અર્થકારણનું નમ્ર સ્વરૂપ ઢોર ઉછેરનું મધના ઉદ્યોગનું તથા નાની સરખી ખેતીવાડીનું હતું. હવે એણે એક જાતનાં અનાજ, ભાજી પાલવ, ફળ તથા ફલે ઉપજાવવા માંડ્યાં. આ સંસ્કૃતિએ નારંગીનું ઝાડ હિંદમાંથી આપ્યું તથા અર્બસ્તાનની ભૂમિ પર રેપ્યા પછી સીરીયામાં, એશિયા માયનોરમાં પેલેસ્ટાઈનમાં, સ્પેનમાં તેને ઉગાડ્યું, અને નારંગીનું ઝાડ દક્ષિણ યો૫ સુધી પહોંચ્યું. એજ રીતે એણે ભારતમાંથી શેરડી પણ આપ્યું અને પિતાને ત્યાં તેનું વાવેતર કર્યું. આ નુતન સંસ્કૃતિએ પિતાની વેરાન એવી મરૂભૂમિ પર લીલેરીનું સર્જન કરવા માંડયું તથા સંસ્કૃતિના આ લલિત સ્વરૂપે બીજા દેશમાં ફેલાવા માંડ્યું. ખેતીવાડીના વિકાસની આ યોજના પાછળ એણે શરૂ કરેલી નહેરને ઉદ્યોગ હતે. અબસ્તાનમાં શરૂ થયેલા ઈસ્લામના ખિલાફતના રાજકારભારે આ ઉદ્યોગને વિકસાવ્ય. યુક્રેટીસ નદીને તેણે મેસોપોટેમીયામાં વાળી ત્યા તૈગ્રીસનાં પાણીને ઈરાનમાં લીધાં અને એક મોટી નહેર મારફત આ બંને નદીઓને એણે બગદાદમાં ઉતારી. વેરાનમાં ખેતરો સર્જાયાં. ઉજ્જડ જમીન પર લીલેરી ઉગી અને નાશ પામેલાં ગામમાં નવી વસાહત ગુંજી ઉડી. બુખારા અને સમરકંદની વચ્ચેનો પ્રદેશ સ્વર્ગ જેવો સુરમ્ય કહેવાયો. ઈરાન અને ઈરાકને દક્ષિણ પ્રદેશ પણ ઈસ્લામે એવો રમ્ય બનાવ્યો અને દામા સકસની આસપાસ લીલાં ખેતરો અને ઉદ્યાનોની રચના કરવામાં આવી. ઉદ્યોગની આવી રચનામાં સોનું રૂપું, લેખંડ, સીસું, પાર, એન્ટીમની,” “એએસ, ગંધક, આરસ, તથા હીરા માણેકની નવી ખાણ દાવા માંડી. ઈરાની અખાતમાંથી મોતી શોધવા માટે ઇસ્લામી “ડાઇવરે” એ ડૂબકી દેવા માંડી. ઉદ્યોગનું આ સ્વરૂપ હસ્ત ઉદ્યોગનું હતું તથા ઘરમાં અને કારીગરોની દુકાનોમાં વ્યવસ્થિત બનતું હતું. આ વ્યવસ્થામાં કારીગરોનાં મંડળો પણ શરૂ થયાં અને પવનચક્કીઓ પણ ચાલવા માંડી. અર્બસ્તાને પાણીથી ચાલતાં ઘડીઆળની શોધ કરી. ઈરાન, સિરીયા અને ઇજીપ્તનાં ઈસ્લામી શાસન નીચે ચાલતા કાપડ ઉદ્યોગ વિશ્વમાં વિખ્યાત બન્યો. મેસુલ નગરમાં થતાં કાપડની ભસ્લીને જાત, દામાસ્કસમાં થતું દામાસ્કલીનેન, અને એડનનું ગરમ કાપડ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy