SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ર વિAવ ઈતિહાસની રૂપરેખા કાબાના પ્રાચીન દેવળમાં મૂર્તિપુજાના પડછાયા દેખતે, ઉંડા વિચારમાં ઉતરી જતે અને પછી માનવધર્મના નામમાં મૂર્તિમાત્રને ખંડન કરવા યોગ્ય અને એક નિરાકાર ઈશ્વરને બંદગી કરવા યોગ્ય માનતા મહમદે મક્કાની માનવતાને પિતાની નૂતન માન્યતાની જાહેરાત કરવા માંડી. એટલે તે મહમદે મરવું જ જોઈએ” એવે, મક્કાના મૂર્તિપૂજકે એ ફેંસલે આયે. મક્કાની અંદરનું મહમદનું ઘર મૂર્તિપૂજાના મારાઓએ ઘેરી લીધું. પણ મક્કાથી મદીના સુધી મહમદને લઈને મિત્રો ભાગતા હતા. મહમદની પાછળ મોત દડતું હતું. છેવટે મતની પકડમાં માંડમાંડ બચી જતે મહમદ ઈ. સ. ૬૨૨ ના સટેંબરની ૨૦ મીએ મદીના પહોંચ્યો. મદીનાએ આ મહાનુભાવને આવકાર્યો. મક્કા અને મદીના વચ્ચે ધર્મ યુદ્ધ થયું. મક્કાના મૂર્તિપૂજકો પરાજ્ય પામ્યા. મક્કા અને મદીનાપર મહમદના નુતન માનવધર્મની વિજય પતાકા ફરફરી ઉઠી. આ નૂતન ઝંડાને મુદ્રાલેખ “એસલામ” નામના શબ્દને હતે. સૈકાઓ પહેલાં ઈઝરાઈલે ‘શાલેમ' નામને એજ શબ્દ પૂકાર્યો હતે. શે હતો આ નુતન ધર્મ ? આ નૂતન ધર્મને સંદેશ વાહક હું પોતે ઈશ્વરી સંકેતથી આવી પહોંચે છું એમ મહમદે કહ્યું હતું. ઈશ્વરને સંદેશ જગતને સંભળાવનાર આ દૂત અથવા પયગંબર પિતાના ભરણું પહેલાં મદીનાથી પાછો મક્કા આવ્યું અને ખંડન પામેલી મૂર્તિઓનાં ખંડિયરે વચ્ચે, મક્કાની માનવજાતને નૂતન સંસ્કારને સંદેશ સંભળાવતે બોલ્યો કે, “અરે લેકે, મારે સંદેશ સાંભળે કારણકે હવે ફરીવાર હું કદાચ તમારી વચ્ચે આવવા માટે જીવતે ન પણ હેઉં. મારે સંદેશ એ છે કે, તમારી જીંદગી અને તમારી મિલ્કતે, પવિત્ર છે. તમે કોઈ એકબીજાની જીંદગી પર કે મિત પર આક્રમણ કરશો તે તે ભયંકર ગુને છે.”મિતના અધિકારને જાળવવાની વાત કરતાં એણે આ અધિકાર પર અંકુશ મૂક્યો અને કહ્યું, “અરે લેકે, તમારા પર તમારી પત્નીઓને અને તમારી પત્નીઓ પર તમારે સરખે અધિકાર છે. તમારા ગુલામોની તમે સંભાળ રાખજે. જે ખોરાક તમે ખાવ તેજ ખેરાક તેમને ખાવા આપજે તથા જે કપડાં તમે પહેરે, તેજ કપડાં તેમને પહેરવા આપજે. જે કોઈ ગુલામ તમે માફ ન કરી શકે તે ગુને કરે તે તેને વેચી દેજે પણ તેને કદિપણ પિડા આપશે નહીં કારણ કે તમારી જેમ એકજ, ખુદાના તેઓ પણ બંદ છે, તે કદિ ભૂલજો નહીં, “અને કદિ ભૂલશો નહીં કે એકેએક ઈસ્લામી, ગુલામ કે માલિક પરસ્પરના બધી રીતે સમાન એવા ભાઈ છે.”
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy