SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ વિAવ ઈતિહાસની રૂપરેખા આવી. આ નવી જાતનાં માન મરતાં મરતાં ભારાઓને આશિષ દેતાં જતાં હતાં. . સ.નની એની ત્યારની નાતાલ આવી અને પસાર થઈ ગઈ. આ નાતાલ પણ અનેક નાતાલ ની જેમ આપભોગના અનેક અવધિઓમાંથી પસાર થઈ. હવે સેંકડો અને હજારોની સંખ્યામાં ગુલામના રહેઠાણ કરતાં બદતર એવી કાઢમાં ઈસાઈઓને પૂરવામાં આવતાં હતાં તથા તેમનાં માથાં કાપી નાંખવામાં આવતાં હતાં. મેકસીમિયન શહેનશાહે સામ્રાજ્યના એકેએક ભાગ પર ઇસાઇઓને સંહાર કરવાની ઝડપ વધારી દીધી હતી. આ ઈસાઈઓને માંસ લટકી પડે ત્યાંસુધી ફટકા મારવામાં આવતા હતા. ત્યારપછી તેમના ઘા પર મીઠાનું પાણી રેડી માંસના ટુકડા કાપવામાં આવતા હતા. પછી તેમાંથી પશુઓને મિજબાની આપવામાં આવતી હતી. શહેનશાહતના નામ પર માનવ જાતના અનેક શાપ વર્ષાવતી દીલ કંપાવનારી આ ઘાતકતા પણ આખરે થાકી જતી હતી અને પરાજ્ય અનુભવતી હતી. આ સંહાર છતાં ઈસાઈઓને વધતાં હતાં અને મૂર્તિ પૂજાવાળું ગલીચ જગત અંત પામતું હતું. એક ઈશ્વરની આરાધનાવાળી નૂતન સંસ્કૃતિ જુડિયામાં પ્રથમવાર જન્મીને પૂર્વના મહાન દેશોમાંજ નહી પરંતુ જંગલી ગણતી યુરેપની ધરતી પર પણ પિતાને વિકસવાની જમીન સુંધવા માંડી હતી. વિશ્વ ઈતિહાસની આ નવી રોશનીએ ઈસાઈ આવાજમાં જાહેર કર્યું કે સત્યાગ્રહીઓના રૂધીરના બુંદ જે જે ધરતી પર પડ્યા છે ત્યાં ત્યાં માનવબંધુતાની નતમ સંસ્કૃતિના એ બુંદ, બિજકે બની ગયા છે. શહિદોએ સંહાર પામી પામીને મૂર્તિપૂજાથી ગલીચ બનેલી આ ધરતી પર સંસ્કારના બીજનું વાવેતર કર્યું છે. આ વાવેતર કરનારાં સૌ ઈસાઈ માનવીઓ પર ચાર ચાર સૈકાઓ સુધી સીઝરે એ સમશેરે ચલાવ્યા કરી પણ આખરે ઈસાઈઓ સામેના સીઝરના સંગ્રામમાં સમશેરે પાછી પડી અને સીઝ પરાજ્ય પામ્યા. ઇસ્વીસનને આરંભ કરીને જિસસ નામના એક અકિંચન અને અદના માનવીએ સીઝર નામના શહેનશાહ સાથે શરૂ કરેલે સતને સંગ્રામ ચાર સૈકાઓ પછી વિજ્યવંત બનેલે પૂરવાર થઈ ચૂક્યો. આ સંગ્રામમાં સીઝરનું પતન થયું અને ઈસુને વિજય થયે. ઈટાલીનું રેમનગર હવે વિશ્વનગર નહેતું રોમન સામ્રાજ્યના પતનના સમયમાં અને ઈસાઈ સંસ્કારના ઊદયના સમયમાં ત્યારના જગતમાં ઈસાઈ નામના મહામાને રેમનગરમાં આવી પહોંચ્યા હતા. તેમણે માન માન વચ્ચેના બંધુભાવને તથા એક ઈશ્વરની આરાધનાને ન સિદ્ધાંત સંબોધવા માંડ્યો હતો. હજુ પણ પિતાના નગરને
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy