SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ વિશ્વ ઈતિહાસની રૂપરેખા પ્રાચીન ઇતિહાસનું વિજ્ઞાનરૂપ પદાર્થ માંથી કુદરતપર કાબુ મેળવવાનાં પ્રાથમિક સાધના બનાવીને માનવસમુદાયે જીવનની પેાતાની પ્રાથમિક દશા શરૂ કરી. આખા પત્થરયુગ આ સાધનાની સાક્ષી પૂરે છે. આ સાક્ષી જેવાં આ યુગજીવનનાં સાધના અને હથિઆરે છે. આ સાધના અને થિઆરે પાતે મનુષ્યના વિજ્ઞાનને આરંભ છે. યંત્રશાસ્ત્ર અને પદાર્થ વિજ્ઞાનના આમાં નમ્ર આરંભ દેખી શકાય છે. અગ્નિની શોધમા અથવા ઉપયાગમાં રસાયણ વિજ્ઞાનના અતિનમ્ર એવા પ્રારંભ પારખી શકાય છે. આ પ્રાથમિક જીવતરમાં જ પ્રાણીઓ અને વનસ્પતિનાં શરીરાના અવલાકનમાંથી અને તેમની ક્રિયાઓના સહજભાનમાંથી પ્રાણીજીવન વિજ્ઞાન, જન્મ પામતું આપણે કલ્પી શકીએ છીએ, ટાળાબંધ જીવતા આ પ્રાથમિક સમાજ પરસ્પરના સંપર્કમાં સામાજિક સહકાર અને સહચારના સાધન જેવી ખારાખડી અને શબ્દો ખેલવા માંડયા છે, અને શિક્ષણ ક્રિયાના પ્રારંભ સમાં ચિત્રા દેરવા માંડયા છે તથા ક્રિયાકાંડા કરવા માંડેલા આપણે પ્રાથમિક દશામાં જ દેખી શકીએ છીએ. Ο આ પ્રાથમિક દશાને આરભ શિકારી સમાજના સ્વરૂપવાળા છે. આ શિકારી સમાજના જીવનવ્યવહારના કાણુ શિકાર બનતાં પ્રાણીઓ ઉપરને છે. આ કાજીનું સ્વરૂપ શિકાર કરવાનુ છે. પ્રાણીઓને નિપજાવતું કે તેમનું પાલન કરવાનું આ સ્વરૂપ નથી, પણ પછી માનવ ઇતિહાસમાં એટલે માનવ જીવનવ્યવહારમાં ક્રાન્તિ આવી પહોચી આ ક્રાન્તિના સ્વરૂપે માનવ વ્યવહારના સામાજિક રૂપમાં ક્રાન્તિકારી પલટા આણી દીધે. શિકારજીવનના અર્થંકરણમાં તંગી આવતાની સાથે એ કટોકટીને ટાંગવા માનવસમાજે ખેતીવાડીવાળું જીવન શરૂ કર્યું . આ નૂતન જીવનવ્યવહારનું પાયાનું રૂપ, શિકારપર જ આધાર રાખવાને બદલે પશુપાલનનું અને પશુનિપજનુ` બન્યું. આ ક્રાન્તિકારી ફેરફારે કુદરતમાંથી ઉગી નીકળે તે જ ભાજીપાલે ખાઈને જીવવાને બદલે, ધાન્યને નિપજાવવાને અથવા ખેતી કરવાને વ્યવસાય આર ંભ્યા. આ વ્યવસાયે માનવજીવનને વસવ ટ કરવાનું સ્થાયીરૂપ દીધું આ ક્રાંતિએ મનુષ્ય અને કુદરતને સંબધ નવા પાયા પર મૂકી દીધેા. આ જીવન વ્યવહારથી મનુષ્યને કુદરત અને પ્રાણીઓની ઉત્પાદન ક્રિયાનું વૈજ્ઞાનિક ભાન થવા માંડયું. આ ઉપરાંત ખેતીના નવા વ્યવસાયમાંથી ખીજા` ક્રિયાવિધાન અથવા · ટેકનીક ’તું મનુષ્યને જ્ઞાન થવા માંડ્યું. વાવેતરથી માંડીને તે ઉગવાની ક્રિયા
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy