SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસનું' વિશ્વ-રૂપ જગતની નિશાળામાં આજસુધી સંકુચિત એવા રાજારાણીના અને રાષ્ટ્રવાદના ખેાટા ઈતિહાસા જ શિખવાયા હતા ! એટલે વિશ્વના સામાન્ય નાગરિકાએ માથાં ખજવાળવા માંડેયાં, અને ઇતિહાસની સમજણુ માટે ખાથેાડિયાં ભરવા માંડયાં. ગ્રૂપમંડુક જેવી નિશાળાએ એમને વિશ્વ ઇતિહાસ શીખવ્યેા નહાતા અને સંસ્કૃતિના મહામેાટા સવાલ જે મનુષ્ય મનુષ્યના પરસ્પરના અને જીવનસંજોગે સાથેના વર્તનને અથવા વર્તન વ્યવહારનેા સામુદાયિક સવાલ હતા, તે સવાલને પણ અભ્યાસક્રમમાંથી રદ રાખવામાં જ આબ્યા હતા. પણ વિશ્વ, એક વિશ્વ બની ચૂકયું હતુ. પહેલા વિશ્વયુદ્ધે પૂરવાર કર્યું કે, વિશ્વ, એક વિશ્વ બની ગયું છે. યુદ્ધ અને શાંતિના માનવજાતના તમામ સવાલા એક વિશ્વના સૌના સરખા સવાલે બન્યા છે. પહેલા વિશ્વયુદ્ધ પહેલાં જ શ્રમમાનવેની આંતરરાષ્ટ્રિય સંસ્થા અસ્તિત્વમાં આવી ચૂકી હતી. ક્ષમમાનવાના સમુદાયે, એક વિશ્વની વાસ્તવિકતાને પૂકારી હતી. પણુ જગતની સરકારેા જે, હજી રાષ્ટ્રિય ધારણે પણ માનવ સમુદાયની પ્રતિનિધિ બની શકી નહેાતી તથા ખાસ કરીને યુરોપની સરકારાનાં શાહીવાદી સ્વરૂપા જે હજુ એશિયન-આફ્રિકન પ્રજાને પોતાની ગુલામ તરીકે જકડી રહ્યાં હતાં, તેમને પણ પહેલા વિશ્વયુદ્ધ પછી વિશ્વશાંતિ સાચવવાની ફરજને કાગળ પર સ્વીકારવાની ક્રૂજ પડી અને લીગ ઓફ નેશન્સ ” ની તેમણે રચના કરી, અને તે રચનાને તેાડી પણ નાખી, અને એક વિશ્વના એક સવાલના સહકારી વર્તનના સવાલના ટુકડા કરી નાખ્યા. {í એટલે ખીજું વિશ્વયુદ્ધ આવ્યું. પણુ ખીજા વિશ્વયુદ્ધના પછીનાં પરિણામાએ એક વિશ્વ બની ચૂક્યું છે તે વાતની સાબિતી ફરીવાર વધારે સામુદાયિક રીતે આપવા માંડી. ગુલામદેશામાં રાષ્ટ્રિય મુક્તિજ ંગા ભભૂકી ઊઠયા. ચીન ભારત જેવા મહાનદેશેાની વિરાટ માનવ જાતે, દેશ દેશ સાથે તથા તમામ નૂતન મુક્તરાષ્ટ્રો સાથે “ ૫શિલમ ની નૂતન આંતર રાષ્ટ્રિય નીતિની ધેાણા કરીને વિશ્વની એકતાની સાબિતી આપી. આંતરરાષ્ટ્રિય શાંતિ ભાગતી જગતજનતાએની સંસ્થાએ જગતભરની ધરતી પરથી જન્મીને આંતરરાષ્ટ્રિય સ્વરૂપ કયારની ય ધારણ કરી ચૂકી હતી. જગતની સરકારાએ પણ બીજા વિશ્વયુદ્ધને અંતે, જેમાં સૌ રાષ્ટ્રો સમાન સભ્યપદ પામી શકે તેવી રાષ્ટ્રસંધની ઘટનાને અસ્તિત્વમાં આણી. આવી વિશ્વસસ્થાઓએ, જગત, એક જગત અથવા વિશ્વ, એકવિશ્વ બની ચૂકયુ છેઃ તે હકીકતને સત્ય તરીકે પૂરવાર કરી દીધી. ""
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy