SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ વિશ્વ ઈતિહાસની રૂપરેખા સીનેટને વિજય થયો. રેમન સામ્રાજ્યના પિમ્પી અને ક્રેસસ નામના મહાસેનાનીઓ છ હજાર ગુલામોને કેદી તરીકે લઈને રેમનગરમાં પેઠા ત્યાર પછી કેપુઆ નગરથી રામનગર સુધીના અતિ સુંદર એવા એપિઅન રસ્તા ઉપર છહજાર માંચડા ઠેકવામાં આવ્યા અને તેના પર પેલા છ હજાર ગુલામમાનવનાં શરીરને ખીલાઓથી ઠેકી દેવામાં આવ્યાં. ત્યાર પછી પાછાં મન સામ્રાજ્યના રાજવહિવટની પાલખીઓ અને રથે આ સુંદર રસ્તા પર વહેવા માંડ્યા. રેમન આનંદનું અમ્પીથિએટર એમ્ફીથિએટરનું જંગી કલેવર એક સાથે હજારે પ્રેક્ષકોની સગવડવાળું ભય ઉપજાવે તેવું ભવ્ય અને ભપકાદાર નિમાયું હતું. આ એમ્પીથિએટરોમાં રોમન શાસકે અને શ્રીમંતના આનંદ માટે એકલી સાઠમારીઓના દર દેખાવ ઉભરાવા માંડ્યા હતા અને રોમન સમશેરનાં અનેક રૂપ અહીં ઘાતકતાના અતિરેક જેવાં આબેહૂબ બન્યાં હતાં. પતિત બનેલો શાસક સમાજ અહીં મેતના દેખાવ માટે નશાખેર આવેગ ધરીને એકઠો થતું હતું. જીવનની છેલ્લી પળ પર રહેંસાઈ જતી પશુઓ અને માનની અંદગીની સાઠમારીમાં મોતનાં લેહીઆળ સ્વરૂપે દેખતે અને રાતે આ શાસક સમાજ ભવિષ્યને ભૂલતું હતું, તને ઉપાસતે હતું અને ઘાતકતાનું મૂલ્ય સજતે હતે. આ એમ્પીથિએટરે હવે પશુઓની મરણયાતનાઓથી ઉભરાતી લોહીની છોળો વડે શાસકેના આવેગને પૂરતે આનંદ આપી શકતાં નહોતાં. એટલે હવે એમ્ફીથિએટરમાં પશુઓ સાથે ગુલામોની સાઠમારી શરૂ કરવામાં આવી હતી. પરાજ્ય પામેલા દેશોમાંથી ગુલામ બનીને આવી પહોંચેલા દિકરાઓ મન શાસનની લેહીની તરસ સંતોષવા માટે રેમન માલિકેની કેમાંથી ગ્લેડિએટરનું નામ ધારણ કરીને સાઠમારી માટે હાજર થતા અને અંદર અંદર કપાઈ મરવાની સાઠમારીની ઉજવણી કરતા ખપી જતા. મનશાહીની જીંદગીની નાગરિક્તાનું આનંદ ઉપભગેનું, એમ્પીથિએટરનું વિશાળ ચગાન વિશ્વ– માનવતાનું લેહી ચૂસ્યા કરતું. એમ્ફીથિએટર પર પડતાં શબ સાંકળોથી તણુઈને મેતના ખાડાઓમાં અલેપ થઈ જતાં. શાસકેના સમાજને આનંદ ઉત્સવ માનવીના અસ્તિત્વ ઉજાડી મૂકતે, મલિન આનંદની ચિચીયારી કરતા હતા. ત્યારે મન હેલીડે” નું આવું સેનેરી ટેગાઓવાળું રૂપ સુરજના પ્રકાશમાં જળહળતું હતું, અને હવામાં સંગીતના સુર ઉડતા હતા. સિરિયાથી આવેલાં અત્તરની ગંધ આ બળે ભેગી વિહરતી હતી. એવી વિશ્વ ઈતિહાસની
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy