SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસનું વિશ્વ-૨૫ આપણે એવા જીવનસંગ અથવા જીવનપરિસ્થિતિ પર મેળવેલ અધિક અને અધિક કાબૂ દેખી શકીએ છીએ. દરેક યુગમાં માનવસમુદાયનું આ રૂપ એક પછી બીજું વધારે ને વધારે ચઢિયાતા કાબૂવાળું માલુમ પડ્યું છે. માનવ સમુદાયનાં આ ચઢિયાતાં રૂપ સાથે જીવનસંગનું પણ વધારે ચઢિયાતું રૂપ દરેક યુગ અને તબક્કામાં પુરવાર થયું છે. આ સમજવા માટે એક નાનો સરખો દાખલો લઈએ. ધારો કે ઈતિહાસના શરૂઆતના યુગમાં મનુષ્ય અથવા સંધ. માનવ ભેખડ ખોદીને બનાવેલા ગુફાઘરમાં રહેતો હતે. પછી ઈતિહાસના નવા યુગમાં મનુષ્ય અથવા સંધમાનવ સુંદર મઝાનું ઘર બાંધીને રહેવા લાગે ત્યારે નવા યુગમાં પિતાના જીવનસંજોગ સાથે પરસ્પર ક્રિયા કરતે મનુષ્ય પણ આ બદલાઈ ગયેલું હોય છે એટલું જ નહિ પણ જીવનસંગ પર એને વધારે ને વધારે કાબૂ આવતાં પહેલાંને ગુફાધર નામને તેને સંજોગ પણ બદલાઈ ગયું હોય છે. જેમ મનુષ્ય તેમ જીવનસંગે પણ સુંદર ચણેલા ઘરનું સ્વરૂપ ધારણ કરેલું હોય છે. ઈતિહાસમાં સંધમાનવ અને તેના જીવનસંગનાં રૂપે આ રીતે સંસ્કૃત અથવા નૂતન બનેલાં માલુમ પડે છે. એટલે ઇતિહાસની ભાષામાં ઈતિહાસના યુગે અને તબક્કામાં પલટાયા કરતાં આ બંનેને એટલે મનુષ્યનાં અને તેના જીવનસંગનાં સ્વરૂપની વિકાસ પામતી ઘટનાને સંસ્કૃતિ કહેવામાં આવે છે. ઇતિહાસમાં આવી અનેક સંસ્કૃતિઓની કથા હોય છે. સંસ્કૃતિને સૌથી મોટો સવાલ, મનુષ્યનું વર્તન–સ્વરૂપ છે. વિસમાં સતકના આરંભમાં વિશ્વની સંસ્કૃતિને ઠેકર મારનારું પહેલું વિશ્વયુદ્ધ આખા જગત પર મોતને પડછાયો બનીને ચાર વર્ષ સુધી પથરાયા કર્યું. ઈ. સ. ૧૯૧માં આરંભાયેલા આ વિશ્વયુધ્ધ ચાર વર્ષમાં આખા જગતના ધર્મોને, નીતિ નિયમને અને તમામ સંસ્કારધામને, ધૂળ ધૂમાડા અને રૂધિરમાં તરબોળ કરી નાખીને ઈસુની ૧૯૧૮ મી સંવત્સરીને શોકમાં ડૂબાડી દીધી. શોકમાં ડૂબેલું જગત, આર્થિક સ્મૃધિઓ ભૂખમરા અને રોગચાળાએથી હચમચી ઊઠયું. હચમચી ઉઠેલા જગતની આંખ ઉઘડી ગઈ. પિતાપિતાના રાષ્ટ્રનાં કમાડ શિક્ષણ માટે વાસી દઈને ઇતિહાસ ભણવા બેઠેલી સંકુચિતતા નિશાળમાં, વિશ્વયુદ્ધ નામનો વિશ્વ-ઈતિહાસ કમકમાટી ઉપજાવે તેવા પદાર્થપાઠનું રૂપ ધરીને આબેહૂબ બેઠે. જગતને વ્યવહાર જાણે કટોક્ટી પર • ચઢીને ભેખડ પરથી ઊંડી ગર્તામાં પડતું નાખતો દેખાયો. જગતના વહીવટના જે આગેવાને હતા તેમણે સંસ્કૃતિએ દેવાળું ફૂકેલું જાહેર કર્યું. સૌના લેહીનું દબાણ યુદ્ધના પશુ આવેશને ધારણ કરીને વધી ગયું અને માનવસમાજની ધેરીનસ હવે તૂટવાની છે એ ભય પેદા થયે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy