SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. પ્રાચીન યુગને મધ્યયુગી અંકેડ–રોમ [ પૂર્વ ભૂમધ્યને ગ્રીસ અને પશ્ચિમ ભૂમધ્ય પર ઇટાલીરેમન લોકશાહીને આરંભ-ભૂમધ્યને પેલેપાર, ઉત્તર આફ્રિકા –ગ્રીસ રેમન બન્યો અને રેમ ચીકન બન્યું યુદ્ધનો એક જ વ્યવસાયમન લોકશાહી સરમુખત્યારશાહી બને છે–સરમુખત્યારશાહીને આંતરવિગ્રહ–સરમુખત્યારશાહી પછી શહેનશાહત –ઓગસટસની કારકીર્દિને સુવર્ણયુગ–સુવર્ણયુગમાં ઈસવીસન યુગ–ઓગસ્ટસ પછીને લશ્કરવાદ–વિશ્વઈતિહાસનું પાટનગર, રેમ–બદલામાં શહેનશાહ શું આપતી હતી?–બદલાતું જગત –સુધારાની હિલચાલ–સૌથી મોટું સામાજિક પરિબળ–રમન આનંદનું એમ્પીથિએટર–પતનનાં આર્થિક કારણો–બહારનાં આક્રમણે–આર સૈકાઓ પછી-વ્યવસ્થા અને કાયદ–સંસ્કૃતિએનું સંગ્રહસ્થાન–રેમન કાનૂન ] પૂર્વ ભૂમધ્ય પર ગ્રીસ અને પશ્ચિમ ભૂમધ્ય પર ઈટાલી આજસુધી ઇતિહાસની મૂખ્ય રંગભૂમિ ભૂમધ્યના પૂર્વ છેડા પર હતી, પરંતુ ઈટાલીના ઇતિહાસનો આરંભ આપણને પશ્ચિમ જગતમાં લઈ જાય છે. અહીં ઈતિહાસનાં આર્યમાન યાપીયને કહેવાય છે. આ યુરોપીય-આર્યોનાં ટોળાં જ્યારે અને સમુદ્રના ગ્રીક પ્રદેશમાં પેતાં હતાં ત્યારે જ બીજી ટોળીઓ તેજ સમયે પશ્ચિમ–ભૂમધ્યના પ્રદેશમાં પેસતી હતી તથા ઈટાલીતા દક્ષિણ અને મધ્યપ્રદેશ પર વસવાટ શરૂ કરતી હતી. આ ટોળીઓનું નામ ઈટાલીક ટોળીઓ હતું અને તેમણે આ પ્રદેશનું નામ ઈટાલી પાડ્યું. ગ્રીસ દેશમાં પહેલી ટોળીઓને ઈજીઅન દ્વીપોની સંસ્કૃતિનાં ભર્યાભાર્યા નગરે લૂંટમાં મળી ગયાં હતાં. તેવાં તૈયાર નગરોને તૈયાર એવો જીવનવહિવટ અને તેનાં રાચરચીલાં આ ભૂમિ પર ઇટાલીક ટેળીઓ માટે હતાં નહીં. આ ટોળીઓ માટે તૈયાર એવી ફળદ્રુપભૂમિ ખૂશનુમા હવામાન, અને ધનધાન્યને અનુકુળ જમીન વિગેરે હતું. આ ભૂમિપરની આટલી સામગ્રી સાથે તેમણે પોતાનો સંસાર શરૂ કરવાનો હતે. ઈટાલીકાએ આ ભૂમિપરને પોતાને સંસાર ગ્રીક ટેળીઓના સમયથી જ શરૂ કર્યો પરંતુ ભૂમધ્યના પૂર્વ છેડા પર તૈયાર સંસ્કૃતિ પડી હતી એટલે ગ્રીકે, ઈ. સ. પૂર્વે ૪૬ ૦માં તે સંસ્કારની જીવનઘટના વડે શોભી ઊઠયાં, જ્યારે એકડેએકથી જીવનવહિવટ ઘુંટતાં આ ઈટાલીક માનવોને પોતાનું ટાઈબર નદી પરનું નગર બાંધતાં, પાચ વરસ વધારે વહી ગયાં.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy