SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ વિવ ઈતિહાસની દિપાવલી * ર૦૧ જીતવા માટે સિકંદર નીકળી પડ્યો હતે. જગતના ઈતિહાસમાં આ પહેલે વિશ્વવિજેતા હતા. આ વિશ્વવિજેતા માટે ફિલીસે તૈયાર કરેલી “લેન્કસ” નામની લશ્કરીરચના નવીજ જાતની હતી. આ ફેલેન્કસનાં આક્રમણ સામે તે સમયના એશિયાઈ જગતનો કોઈ દેશ ટકી શકે નહિ. અને આ વિશ્વવિજેતાની પગદંડી માનવસુમુદાયની કતલ કરતી આગળ વધી. સિકંદરનો પહેલે પગદંડ ગ્રેનિકસ નદી પર પડવો, અને ઇરાન પરાજ્ય પામ્યું. એનો બીજો કદમ ડામાસકસ અને સીડોન પર ગોઠવાય. ત્રીજા પગલે એણે ટાયરનગરને દાબી દીધું, અને આઠ હજાર નાગરિકોની કતલ કરવાની ઊજાણું ઊજવીને ટાયરનગરનાં સાઠ હજાર નરનારીઓને ગુલામો તરીકે વેચાવવા માટે ગ્રીસમાં મોકલી આપ્યાં. પછી પેલેસ્ટાઈનનું પાટનગર જેરૂસલેમ પડયું. આ નગરે સિકદરનો સામનો કર્યો અને પેલેસ્ટાઈનનું ગાઝા નગર આખું મરણ પામ્યું ત્યાંસુધી સિક, દર સામે કેસરિયાં કરીને પડ્યું. પછી સિંકદર સિનાઈ રણમાંથી ઈજીપ્તમાં પેઠે, અને ત્યાંની વિશ્વ સરિતા નાઈલ પર, એલેકઝાન્ડ્રીયા નામનું પાટનગર બંધાવીને ઈરાન દેશને ફરીવાર ઉજડ બનાવવા એણે આક્રમણ કર્યું. પર્શિયાના અથવા ઈરાનના આ પાટનગર પસી પોલીસમાં કતલ, લૂંટ અને અત્યાચાર કરવા એણે પિતાના બધા સૈનિકોને છૂટા મૂકી દીધા. ત્યાર પછી સંહારને પિતાને રસાલે લઈને સિકંદરે સોગડીયાના, એરીઆના, બેકિટ્રઆના નગરને ઉજાળી નાખીને બુખારા નગર પર પોતાને રણસ્તંભ રોપે. બુખારાને સંહાર કરતાં પહેલાં એણે બીસસના એકે એક અંગ કાપી નાંખ્યાં. હવે એકજ ઠેકડે દઈને ભારત પર પહોંચી શકાય તેવી એને ખબર હતી. ભારતના ચક્રવર્તીએ પોતાના દેશમાં અંદર અંદરનો સંહાર કર્યા પછી ચક્રવર્તી બનનાર મહારાજા, ઘેડાના અંગે અંગ કાપીને પોતાના પૂહિતે પાસે અવ. મેધ યજ્ઞ કરાવતા હતા તે એને ખબર હતી. એને એમ પણ ખબર હતી કે ભારતદેશ પર પાકેલા ગૌતમ નામના એક સંત બળવાખોરે અશ્વમેધે બંધ કરાવી દીધા હતા, અને આવા ગૌતમની આણુ માનનારે એક મૌર્ય ચક્રવર્તી ભારતને શહેનશાહ હતો. એણે પિલા ચંદ્ર ચક્રવર્તિને પરાજય કરવા માટે ફાળ ભરી. આ સિકંદર નામના ગ્રીક ચક્રવતીની ભારત પર જઈને મૌર્યને હરાવીને ભારતના બ્રાહ્મણો પાસે પોતાના દિગવિજ્યના માનમાં અશ્વમેધ નામનો યજ્ઞ ફરી ચાલુ કરાવવાની ઉત્કંઠા વધી ગઈ. એણે પિતાનાં લશ્કરને ભારત પર ચઢવા પર્વતના ઘાટમાં આગળ ધકેલ્યાં. સિકંદરે સિધુને કિનારે ઓળંગે અને પિરસને પરાજ્ય કરીને ગંગાના પવિત્ર કિનારા પર અશ્વમેધ કરવા માટે બ્રાહ્મણોને તૈયાર રહેવાનું ફરમાન મોકલ્યું.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy