SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતિને સીમાસ્તંભ, ચીસ ૧૯૩ અને તેને અભ્યાસ કર્યો હતો. આ લડતને ઈતિહાસ લખતાં તેણે તેને આઝાદીની લડત એવું નામ આપ્યું. આ લડતમાં એ પર્શિયાની વિરૂદ્ધ અને એથેન્સના પક્ષમાં હતું, છતાં એક ઈતિહાસકારની ઢબથી તેણે જ્યાં વખાણ ધટે ત્યાં પશિયનનાં પણ વખાણ કર્યા. એણે તેમને સચ્ચાઈવાળા શરા અને બહાદુર કહ્યા છે. આ ઈતિહાસકારે તે સમયનો ઈતિહાસ લખવા વિશ્વને ઇતિહાસ બનેલા જુદા જુદા દેશોની મુલાકાત લીધી. તેણે કિનીશીયા અને ઇજીપ્તમાં વખાણવા જેવું ઘણું દીઠું. તે દેશપરદેશ ફર્યો અને પિતાના પર્યટન પછી તેણે પિતાના દેશ સાથે બીજા દેશોની તુલના કરી જોઈ. છેવટ સુધી એ શોધક રહ્યો. ઇતિહાસ શબ્દનો અર્થ એણે માનવજીવનના વ્યવહારનાં સ્વરૂપની શોધ એવો કર્યો હતો. એણે ઈતિહાસનું પુસ્તક લખતાં શરૂઆત કરી કે “આ, મેં એટલે હેલીકારશસના વતની હિરેડેટસે કરેલી શોધનો અહેવાલ છે. આ અહેવાલ એટલે ઈતિહાસ.” જીવનને આ અહેવાલ લખતાં લખતાં એ, જે હકિકત પિતાને સમજાતી તે વિષે પિતાને તે બાબત સમજાય છે એમ લખતા તથા જે બાબત એની માન્યતામાં ઉતરતી નહિ, તે વિષે એ લખતે કે હું આ બાબત માની શકતે નહતો. એણે લખ્યું કે બેબિલેનનું સૌથી ઊંચું દેવાલય મેં દીઠું ત્યારે મને ત્યાંના પુરોહિતે કહ્યું હતું કે દેવાલયના છેલા માળ પરના પલંગમાં ભગવાન પિતે શયન કરે છે. પણ એણે તે વાત માનવાની ના પાડી હતી. ઇતિહાસ લેખકે જે બાબત ઘણીવાર ભૂલી જાય છે તે બાબત તે કદી ભૂલ્યા નહિં ઈતિહાસની આ બાબત માનવ સમૂદાયના જીવન વ્યવહારના અભ્યાસની છે. હિરેડેટસના ઈતિહાસ લેખનમાં માનવસમુદાય સૌથી આગળ રહ્યો છે. એણે લખેલા ઈતિહાસનો સૌથી મોટે ભાગે એની મુસાફરીનું વર્ણન છે. આ વર્ણનમાં એ પ્રાચીન સમયનું જગત આપણું સામે ખુલ્લું થાય છે. આ જગતના વર્ણનમાં તે માનવસમુદાયના વર્તનના, દેશદેશની રંગભૂમિ પર દેખાતાં રેખાચિત્રો દેરે છે. ઈલીરીયાની દિકરીઓ કેવી રીતે પરણતી, સરોવરનાં વસનારાં પિતાનાં બાળકને કેવીરીતે ઉછેરતાં, ઈજીપ્તની મચ્છરદાની કેવી સુંદર દેખાય છે તથા પર્શિયાના રાજા મુસાફરીમાં ઉકાળેલું પાણી જ શા માટે પીએ છે, અરબરતાનના લેકે હજામત કેવી રીતે કરાવે છે, સ્કિથીઆના લકે પશુપાલન કેવી રીતે કરે છે, બેબીલેનનાં બજારો કેવો દીસે છે તથા ઈજીપ્તના વૈદે સારવાર કેવી કરે છે, તથા સિંધુ પરનાં નગરની સંસ્થાગારમાં વેપારી ૨૫
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy